નિર્ણય:મરોલી દાંડીમાં ધર્માંતરીતોને સ્વધર્મમાં પરત લાવવાનો પ્રયાસ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધર્માંતરણ કરનારને કોઇએ સહયોગ ન આપવાનો નિર્ણય

ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારમાં વસવાટ કરતા બારી બારીયા સમાજના 100થી વધુ વ્યક્તિઓ હિન્દુ ધર્મ છોડી અન્ય ધર્મ અંગીકાર કર્યો છે. તેવી વ્યક્તિઓને પરત લાવવા સમાજના અગ્રણીઓ અને હોદ્દેદારો છેલ્લા 5 મહિનાથી અથાગ પ્રયત્નો હાથ ધર્યા હતા. મંગળવારે મળેલી સભામાં આ મુદ્દે ચર્ચા કરીને સ્વધર્મમાં પરત લાવવા પ્રયાસ કરાશે એવો નિર્ણય લેવાયો હતો. નારગોલના માજી સરપંચ જયેશભાઈએ જણાવ્યું કે, કેટલાક બની બેઠેલાઓ મર્યાદામાં રહી આવી પ્રવુતિઓ તાત્કાલિક બંધ કરે નહી તો સમાજ ચલાવી નહિ લેશે.

આવનાર દિવસોમાં સમાજના સામાજિક લાભ સંપૂર્ણ બંધ કરાશે. તેમજ પુરાવા મળતાં જ એમના વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માગણી કરાશે. સભામાં હાજર સમાજના ભાઇ બહેનો દ્વારા ધર્માંતર કરેલ વ્યક્તિઓને ત્યાં કોઈપણ પ્રસંગે સહયોગ નહિ આપવા સ્વેછિક નક્કી કર્યું હતું. અંતે સમાજમાં પરત થવા સમાજના દ્વાર 24 કલાક ખુલ્લા રહેશે તેમ જણાવ્યું હતુ. સભામાં પ્રમુખ ગણેશભાઇ બારી, ઉપપ્રમુખ મુકેશભાઈ બારી, માજી મહામંત્રી જયેશભાઇ, મહામંત્રી જીતુભાઇ બારી અને આઠ ગામ સમાજના શાખા પ્રમુખ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...