તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાપી જીઆઇડીસીમાં પૂરઝડપે આવતી એક રિક્ષાને અટકાવવા જતા પોલીસ કર્મીની બાઇક અડફેટમાં આવી હતી. જેમાં કર્મીને ગંભીર ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. વાપી જીઆઇડીસી પોલીસ મથકમાં જીઆરડી તરીકે ફરજ બજાવતો ગૌતમકુમાર ઘેવરલાલ માલી શનિવારે રાત્રે સરદાર ચોક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો.
દરમિયાન જે-ટાઇપ મસ્જિદ પાસે પહોંચતા અંબામાતા સર્કલ તરફથી પૂરઝડપે આવતી રીક્ષા નં.જીજે-15-વાય-5054ને અટકાવવા ઇશારો કરતા તે નાસી છૂટ્યો હતો. જેથી બાઇકથી તેનો પીછો કરતા દાન હોટલ પાસે ચાલકે રીક્ષા સર્પાકાર ચલાવતા બાઇક તેની અડફેટમાં આવી હતી. જેને લઇ જીઆરડી કર્મી રોડ પર પડતા હાથ-પગ અને મોઢાના ભાગે તેને ગંભીર ઇજા પહોંચી હતી.
બનાવ બનતા જ આ અંગે જીઆઇડીસી પીએસઆઇ એ.કે.દેસાઇને જાણ કરતા તપાસમાં આ રિક્ષા કોચરવા ભવાની માતાના મંદિર પાસે પલટી મારેલી હાલતમાં મળી આવી હતી. રિક્ષાને કબજે લઇ પોલીસે ફરાર ચાલકની તપાસ હાથ ધરી છે. જીઆઇડીસી પોલીસે રિક્ષા નંબર ના આધરે ફરાર ચાલકને શોધવાની તજવીજ હાથ ધરી છે.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.