તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વાપી સેલવાસ રોડ સ્થિત ડીસીબી બેંકની સામે અજીત એમ્પોરીયમ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ આઇડીએફસી ફર્સ્ટ બેંકમાં ઓથોરાઇઝર મેનેજર તરીકે ફરજ બજાવતા આદિત્ય સંજય ઠાકુરએ સોમવારે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, બેંક બહાર એક એનસીઆર કંપનીનું એટીએમ મશીનમાં રાખવામાં આવ્યું છે જેમાં સીએમએસ કંપની દ્વારા રૂપિયા લોડિંગ અનલોડિંગ કરાય છે. દિવસમાં એક સિક્યુરિટી ગાર્ડ છે. રાત્રે કોઇ ગાર્ડ રખાતો નથી. તેમજ એટીએમ કેબિનની અંદર તેમજ બહાર સીસીટીવી કેમેરા લગાવાયા છે. 12 તારીખે મશીનમાં રૂ.1.12 કરોડ લોડીંગ કરાયા હતા. તે પછી બે દિવસની રજા હોય બેંક બંધ હતી.
સોમવારે સવારે બેંકના સિક્યુરિટી ગાર્ડએ ફોન કરી ફરિયાદીને જણાવેલ કે એટીએમ મશીનમાં તોડફોડ થયેલ છે. જેથી તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી જોતા અંદર લગાવેલા સીસીટીવી પણ તૂટેલી હાલતમાં મળી હતી. બહાર લગાવેલા સીસીટીવી ફૂટેજમાં જોતા એક કાળા કલરનો શર્ટ પહેરેલ પાતળા બાંધાનો વ્યક્તિ અંદર પ્રવેશતા નજરે ચઢ્યો હતો. જોકે મશીનને તોડવાનો પ્રયાસ કરી અંદરથી રૂપિયા ન નીકળતા ઇસમ ત્યાંથી નીકળી ગયો હતો. જે અંગે પોલીસે આઇડીએફસી ફર્સ્ટ બેંક મેનેજરની ફરિયાદ લઇ આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.