તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:દીવા સળગાવવાથી બીમાર પડીએ છીએ કહી હુમલો કરાયો

વાપી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બલીઠામાં જમીન વિવાદને લઇ પિતા-પુત્ર, ફોઇને માર મરાયો

વાપી બલીઠા સ્થિત કોળીવાડમાં રહેતા ધર્મેશકુમાર અમ્રતભાઇ નાયકે મંગળવારે વાપી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, બલીઠા ખાડા ફળિયામાં તેઓના પિતા અમ્રતભાઇ નાયક, કાકા કિશનભાઇ નાયક, મુકેશભાઇ નાયક તેમજ બીજા અન્ય કાકાની વડીલો ઉપાર્જીત સંયુક્ત માલીકીની જમીન આવેલી છે. જે જમીનની વહેચણી બાબતે તેના પિતા તેમજ કાકા ઓના પરિવારના સભ્યો સાથે છેલ્લા એક વર્ષથી મનદુખ ચાલતો આવેલ છે.

સોમવારે સાંજે મોટા કાકાનો છોકરો રવિકિશન નાયક ઘરે આવી ઘરના આંગણામાં મુકેલ દીવા ઉપર પાણી છાંટી ગયો હતો. જેની જાણ નોકરી પરથી આવતા પિતાને કરતા તેમણે કાકાના છોકરા મિથુન અને રવિથી આ બાબતે પુછતા જવાબ આપતા બંનેએ જણાવેલ કે, તમે દીવા નીચે શું કઇ દાટેલ છે જેના કારણે અમો વારે ઘડીએ બીમાર પડીએ છીએ. દીવા નીચે કંઇ હોય તો તમે કાઢી બતાવો કહેતા જ બંને લોકોએ અમ્રતભાઇને માર મારવાનો શરૂ કર્યો હતો. જેથી પુત્ર ધર્મેશ અને તેની ફોઇ તેમને છોડાવવા વચ્ચે પડ્યા હતા. તે સમયે જીતેન ઠાકોર નાયક તથા પ્રતીક ઠાકોર નાયકએ ત્રણેય ને ઢીકમુક્કીનો માર મારવા લાગ્યા હતા.

ફરિયાદીની પત્નીએ બૂમાબમ કરતા આજુબાજુથી સંબંધીઓ દોડી આવતા આજે તો તમે બચી ગયા છો પરંતુ હવે મળશો તો જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ જતા રહ્યા હતા. જે બાદ સારવાર માટે ઇજાગ્રસ્તો હોસ્પિટલમાં ખસેડાતા ધર્મેશને તબીબે જણાવેલ કે, જમણો હાથ મચકોડી નાખવાથી ખભાનુ હાડકુ ખસી ગયું છે. ટાઉન પોલીસે આ કેસમાં આરોપી મિથુન, રવી, જીતેન અને પ્રતિક તમામ રહે.બલીઠા ખાડા ફળિયા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...