તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:‘નામધાની જમીન અમારી છે તે બીજાને કેમ બતાવો છો’ કહી પરિવાર પર હુમલો

વાપી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વૃદ્ધને માથા પર બોથડ પદાર્થ મારતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં

નામધામાં બાઇકથી જતા યુવકને જમીનની અદાવત રાખી ગાળો આપી ઝપાઝપી બાદ છોડી દેતા તે અંગે યુવકના પિતા આરોપીના ઘરે પૂછવા જતા તેમના માથા ઉપર બોથઢ પદાર્થથી હુમલો કરાયો હતો. જ્યારે વચ્ચે છોડાવવા પડેલા પરિજનોને ઢીકમુક્કીનો માર મારતા આ અંગે 4 આરોપી સામે ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી.

નામધા ધોડીયાવાડ ખાતે રહેતા ઉમેશ ઉત્તમભાઇ પટેલે સોમવારે ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, રવિવારે કંપનીની રજા હોય તેઓ મિત્ર સાથે પોતાની બાઇક લઇ ખડકલા ગયો હતો. જ્યાંથી પરત ફરતા ગાડી બંધ થઇ ગયેલ અને તે જ સમયે અવિનાશ ઇશ્વર પટેલ, કિરણ ઇશ્વર પટેલ અને ઇશ્વર ભીખુ પટેલ ત્રણેય પિતા-પુત્ર તેની પાસે આવ્યા હતા અને નામધા ખાતે આવેલ જમીન અમારી છે તો તમે કેમ બધાને બતાવો છો તેમ કહી ગાળો આપી ઝપાઝપી કરી ત્યાંથી જતા રહ્યા હતા.

જે અંગે ઉમેશે પિતાજી ઉત્તમને ફોન ઉપર વાતો કરતા ઉત્તમભાઇ ગુલાબભાઇના ઘરે બબાલ અંગે પૂછવા ગયા હતા. તે સમયે આરોપી અવિનાશ, કિરણ, ઇશ્વર અને મહેશ ગુલાબ પટેલે ઉશ્કેરાઇ ઉત્તમભાઇને ઢીકમુક્કીનો માર મારવા લાગેલ અને તે જ સમયે અવિનાશએ અંધારામાં કોઇ બોથઢ પદાર્થથી તેમના કપાળમાં સપાટો મારતા તેઓ નીચે પડી ગયા હતા. જે બાદ ફરિયાદી ભાઇ અને માતા સાથે વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ ઢીકમુક્કીનો માર મરાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો