તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ગેટને ધક્કો મારવા ના પાડતા વોચમેન દંપતિ પર 3નો હુમલો

વાપી24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • વાપીના ઇન્દ્રપ્રસ્થ બિલ્ડીંગના ઇસમો સામે ફરિયાદ

વાપી ટાઉન નહેરૂ સ્ટ્રીટ સ્થિત એક બિલ્ડીંગના મેઇન ગેટના ધક્કો મારવા ના પાડતા આરોપીએ અન્ય બે માણસો બોલાવી વોચમેનની પત્નીને ગાળો આપી ઢોર માર માર્યો હતો. જ્યારે પત્નીને બચાવવા દોડી આવેલા વોચમેનને પણ માર મારતા આ અંગે 100 નંબર ઉપર ફરિયાદ કરાઇ હતી. વાપી ટાઉન નહેરૂ સ્ટ્રીટ પર આવેલ ધનહીલ એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે ફરજ બજાવતા મિલન પુનામસિંગ તમરેકરની પત્ની માયાબેને ગુરૂવારે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે, બુધવારે રાત્રે પતિ મિલન બન્ને સંતાનો સાથે રૂમમાં હતો અને તે પોતે બિલ્ડીંગના ગેટ પાસે ખુરશી પર બેઠી હતી.

તે વખતે ઇન્દ્રપ્રસ્થ બિલ્ડીંગમાં રહેતો મુકેશ નામનો ઇસમ ગેટ પાસે આવી ગેટને જોરજોરથી ધક્કો મારતા ત્યાં જઇ ધક્કો મારવા ના પાડી ઘરે જવા જણાવતા મુકેશે તેને ગાળો આપી હતી અને ત્યાંથી જતો રહ્યો હતો. જોકે થોડીવારમાં અન્ય બે ઇસમોને લઇ આવી મહિલા સાથે ઝપાઝપી કરી ત્રણેય લોકોએ ઢીકમુક્કીનો માર મારવા લાગતા અવાજ સાંભળીને વોચમેન ત્યાં દોડી આવ્યો હતો.

જેથી તેમણે વોચમેનને પણ ઢોર માર મારતા મહિલાએ તાત્કાલિક 100 નંબર ઉપર ફરિયાદ કરી હતી. સ્થળ ઉપર પોલીસની ગાડી પહોંચી હતી અને આરોપી મુકેશ ભેરામલ પ્રજાપતિને પોલીસ સ્ટેશને લઇ જઇ મારામારી પાછળનું સાચું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરાઇ હતી. આ કેસમાં ત્રણેય આરોપીઓ પકડાયાની માહિતી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો