ક્રાઇમ:કેટેરર્સ બંધ થતા સુરતની બે મહિલાએ દારૂની ખેપ ચાલૂ કરી

વાપીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાપી સ્ટેશને ટ્રેક ક્રોસ કરતા GRPના હાથે ઝડપાઈ

કેટેરર્સમાં મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાની હાલમાં કોવિડ 19ને લઇ કામ બંધ થતાં પરિવારના ભરણપોષણ માટે દમણથી દારૂની ખેપ મારવાનું શરૂ કર્યુ હતું. જોકે, બે મહિલા રેલવે ટ્રેક ક્રોસ કરવા જતા પોલીસના હાથે ઝડપાય હતી. વાપી રેલવે પોલીસે સોમવારે સ્ટેશનના ઉત્તર ભાગે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલી બે મહિલાને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધી હતી. આ બંને મહિલાની તપાસ કરતા તેમની પાસેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી પિન્કી બારોટ અને નાનપુરાની સરિતા કુરેશી દમણથી દારૂનો જથ્થો ભરીને સુરત જઇ રહી હતી ત્યારે પોલીસે તેમને ઝડપી પાડી હતી. પિન્કી પાસેથી 24 નંગ અને સરિતા પાસેથી 36 નંગ દારૂની બોટલ મળી હતી. પ્રાથમિક તપાસમાં બંને મહિલા લોકડાઉન પૂર્વે કેટેરર્સમાં નોકરી કરતી હતી. જોકે, હાલમાં કોરોનાને લઇને કેટેરર્સની કામગીરી બંધ થતા 6 માસથી બેકાર હોવાથી દારૂની ખેપ મારવાનું ચાલુ કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...