લંકેશની યાદે:રામાયણ સિરિયલમાં કુંભકર્ણના રોલ માટે ગયેલા અરવિંદ ત્રિવેદીની પસંદગી ડાયરેકટરે રાવણના રોલ માટે કરી હતી

વાપી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રામાયણના અમર પાત્રના નિધનના પગલે વૃંદાવન સ્ટુડિયોના મિત્રોએ જૂના સ્મરણો વાગોળ્યાં

રામાનંદ સાગર કૃત રામાયણ સિરિયલમાં રાવણનું પાત્ર ભજવીને ઘરે ઘરે લોકપ્રિય બનેલા ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીનું બુધવારે નિધન થયું હતું. જેઓ 1985માં ઉમરગામ સ્ટૂડિયોેમાં રામાયણ સિરિયલના શૂટિંગ માટે સતત બે વર્ષ સુધી અરવિંદ ત્રિવેદીએ સતત અવર-જવર કરી હતી. તેમના નિધનના પગલે ઉમરગામના મિત્રો તેમની સાથેના પ્રસંગોને યાદ કરી હતી. શૂટીગ દરમિયાન પહેલા તેઓ દરરોજ શિવની પૂજા કરતાં હતાં. ઉમરગામમાં શૂટીંગ દરમિયાન મળેલાં લોકો સાથે તેઓ સંપર્કમાં પણ રહેતા હતાં.

ઉમરગામના 40 એકરમાં પથરાયેલું વૃંદાવન સ્ટુડિયોમાં 1985થી 1989 દરમિયાન રામાયણ સિરિયલનું નિર્માણ થયુ હતું. આ સિરિયલમાં કલાકારોએ એવો રોલ અદા કર્યો હતો કે તેમને રામાયણના પાત્રના નામથી કલાકારો ઓળખાઇ રહ્યાં છે. રાવણ (લંકેશ)નું પાત્ર ગુજરાતી ફિલ્મના કલાકાર અરવિંદ ત્રિવેદીએ ભજવતાં તેમને લંકેશ તરીકે ઓળખવામાં આવે છે. બુધવારે તેમના નિધનના પગલે તેમના ચાહકોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. રામાયણ સિરિયલના શૂટીંગ માટે મુંબઇ અને તેમના ગુજરાતના વતનની ઉમરગામ સ્ટૂડિયોમાં અવર-જવર રહેતી હતી.

જેના કારણે ઉમરગામ તાલુકાના અનેક લોકો સાથે તેમનો નાતો રહ્યો છે. અરવિંદ ત્રિવેદીના નિધનના પગલે તેમના મિત્રો તેમની સાથેના પ્રસંગોને યાદ કરી રહ્યાં છે. સ્ટૂડિયો સાથે જોડાયેલા તેમના મિત્રોએ જણાવ્યું હતું કે તેઓ શિવભક્ત હતા. દરરોજ શિવની પૂજા કરતાં હતાં. જાતે મંત્રોચ્ચાર કરતાં હતાં. તેમના શુંટીગને જોવા માટે લોકો વધુ આવતાં હતાં. તેને જોવાની લોકોમાં જિજ્ઞાસા હતાં. ઉમરગામ સ્ટુડિયોમાં તૈયાર થયેલી રામાયણ સિરિયલને જોવા માટે ટીવી પર જે-તે સમયે લોકોની લાંબી લાઇનો લાગી જતી હતી. વધુ ટેકનોલોજી ન હોવાથી રામ-રાવણ વચ્ચેનું યુધ્ધ જોવાની લોકોને આતુરતા રહેતી હતી.

અરવિંદ ત્રિવેદી રોજ સવારે શિવજીની આરાધના કરતા
ઉમરગામ વૃંદાવન સ્ટુડિયોના સંચાલક બિપીનભાઇ પટેલે જણાવ્યું કે અરવિંદ ત્રિવેદી અમારા ખાસ ભાઇબંધ હતા. સ્ટૂડિયોમાં શિવજીના મંદિરમાં સવારે પૂજા કરવા આવી જ પહોંચે. પ્રેમાળ સ્વભાવના હતાં. શૂટીંગ જોવા તે સમયે 5 થી 10 હજાર લોકો આવતાં લોકોને ટી.વી. પર જોવાની જિજ્ઞાસા જાગતાં સિરિયલ બહુ જાણીતી બની હતી.બાપુજીએ (સ્ટુડિયો માલિક) અરવિંદ ત્રિવેદીને કુંભકર્ણની જગ્યાએ રાવણનો રોલ કરવા જણાવ્યું હતું. કુંભકર્ણનો રોલ કલાકાર નલિન દવેને અપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...