તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવામાન:જિલ્લામાં 11 - 13 જુન સુધીમાં વિધીવત ચોમાસાનું આગમન

વાપી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઉમરગામ સરહદે ભારે વરસાદની આગાહી

મે અને જુન માસમાં અનેક વખત કમોસમી વરસાદી ઝાંપતા સમગ્ર જિલ્લામાં થયા છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 11થી 13 જુન સુધીમાં વલસાડ જિલ્લામાં વિધિવત રીતે ચોમાસાની સિઝન શરૂ થઇ જશે એવું અનુમાન લગાવાય રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા પ્રાપ્ત થયેલ માહિતી મુજબ, સમગ્ર દેશમાં વરસાદ સામાન્ય (96-104%) રહેવાની સંભાવના છે. ઉત્તર બંગાળની ખાડીમાં 11 જુનના રોજ હવાનું હળવુ દબાણ સર્જાવાની તેમજ 10 જુનથી અરબ સાગરથી આવતા વરસાદી પવનો વધુ મજબુત બનશે. જેને લઇ વલસાડ જીલ્લામાં આગામી 11થી 13 જુન સુધીમાં વિધીવત ચોમાસું શરૂ થાય તેવી સંભાવના છે.

જીલ્લામાં આગામી પાંચ દિવસ દરમ્યાન છૂટા-છવાયેલા વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ દરમ્યાન પવનની ઝડપ 18 - 22 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. ખેડુત મિત્રો વાવણીના કાર્યો શરૂ કરી શક્શે. ચોમાસુ પાકનાં વાવેતર માટે પ્રમાણિત જગ્યાએથી સારી ગુણવત્તાવાળું બિયારણ મેળવી વાવણી માટે ખેડૂતોએ પૂર્વ તૈયારીમાં જોતરાયા છે. મંગળવારે મુંબઈમાં ધોધમાર વરસાદ પડતા દક્ષિણ ગુજરાતમાં એક-બે દિવસમાં આગમનની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...