તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વાપીમાં કોન્ટ્રાક્ટરને જાતિ ઉપર ગાળ આપનાર પત્રકારની ધરપકડ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્વોરી અને બિલ્ડરો પાસેથી ખંડણીમાં પણ પકડાયો હતો

વાપીના અંબાચમાં ક્વોરીના કોંટ્રાક્ટરે પત્રકાર વિરૂદ્ધ જાતિ વિષયક ગાળો આપવાની ફરિયાદ નોંધાવતા ડુંગરા પોલીસે બુધવારે આરોપીની ધરપકડ કરી હતી. વલસાડના એક સાપ્તાહિક અખબારના પત્રકાર કમલેશ શાહ વિરૂદ્ધ વાપીના અંબાચમાં ક્વોરી ચલાવતા સંચાલકે રૂ.50 લાખની ખંડણીની ફરિયાદ ડુંગરા પોલીસમાં નોંધાવતા તેની ધરપકડ કરાઇ હતી. જ્યારે વલસાડના બે બિલ્ડરોએ પણ આરોપી કમલેશ શાહ સહિત ત્રણ સામે ખંડણીની ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરાઇ હતી.

ત્રણ કેસમાં ભેરવાયેલા પત્રકાર વિરૂદ્ધ અંબાચની ક્વોરીમાં કોંટ્રાક્ટર તરીકે કામ કરતા યુવકે જાતિ ઉપર ગાળ આપવા અને માણસો સાથે કાપીને નદીમાં ફેંકવાની ધમકી આપવા બદલ ડુંગરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે એટ્રોસિટીની કલમ ઉમેરી તપાસ હાથ ધરી હતી. જેને લઇ ડુંગરા પોલીસે બુધવારે આરોપી પત્રકાર કમલેશ શાહની ધરપકડ કરી ગુરૂવારે કોર્ટ સમક્ષ રજૂ કરતા નવસારી સબજેલમાં ધકેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો