તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:દમણથી નશો કરીને કારમાં આવી રહેલા સેલવાસના 4ની ધરપકડ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કાર ઊભી રાખવા જણાવતા બબાલ કરી હતી

ડાભેલ ચેકપોસ્ટ નજીર શનિવારે વાપી તરફ આવી રહેલી એક કારને પોલીસે ઇશારો કરીને ઊભી રાખવા જણાવતા ચાલકે પૂરઝડપે હંકારી મુકી હતી. કારનો પીછો કરીને ઝડપી લેતા કારમાં સવાર ચાર ઇસમો દારૂનો નશો કરેલી હાલતમાં જણાતા પોલીસે તમામ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરીને ધરપકડ કરી હતી.

વાપી ટાઉન પોલીસનો સ્ટાફ શનિવારે રાત્રે ડાભેલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન દમણ તરફથી આવતી એસપ્રેસો કાર નંબર જીજે 38 બીબી 5084 ના ચાલકને પોલીસે ઇશારો કરીને ઊભી રાખવા જણાવતા ચાલક કાર લઇને ભાગી છૂટ્યો હતો.

કારને રોકતા અંદર બેસેલા ઇસમોએ પોલીસ સાથે બબાલ કરી હતી. કારમાં સવાર ચાર ઇસમો સતિશ શ્યામસુંદર સિંગ રહે. પ્રમુખ વિલા, આંબલી - સેલવાસ, સુધિર રમણભાઇ પાઠક રહે. સ્કાઇ હાઇટસ, ઉલટન ફળિયા - સેલવાસ, શુભમ ભદેશ્વર ઉપાધ્યાય રહે. બાલાજી જેમ્સ - સેલવાસ અને નિતેશ કમલાભાઇ ગૌરી રહ. બાવીસા ફળિયા - સેલવાસ દારૂનો નશો કરેલી હાલતમાં જણાતા પોલીસે તમામ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ ગુનામાં કબજે લેવાયેલી એસપ્રેસો કારનો માલિક કોણ છે એ દિશામાં પણ પોલીસ તપાસ હાથ ધરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...