જિલ્લામાં અલગ અલગ ગુનામાં બે વર્ષથી નાસતા ફરતા આરોપીઓની પોલીસે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. જેમાં એક ગૌતસ્કરીમાં અને બે દારૂના ગુનામાં વોન્ટેડ હતા. વલસાડ જિલ્લાના નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા ઇન્ચાર્જ એસપી વિજય સિંહ ગુર્જરની સુચના અને એલસીબી પીઆઇ વી.બી.બારડના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.એમ.બેરીયા, એચ.એ.સિંઘા તથા પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ એસ.જે.પરમારના નેતૃત્વ હેઠળ તેમની ટીમે પેટ્રોલીંગ દરમિયાન અલગ અલગ ગુનામાં નાસતા ફરતા કુલ 3 આરોપીઓને ઝડપી પાડી આરોપીઓને જે તે પોલીસ સ્ટેશનમાં તપાસ માટે સોંપી દીધા છે.
જિલ્લા પોલીસે વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં ગૌતસ્કરીના ગુનામાં વોન્ટેડ આરોપી રાહીલ રફીક નાંદોલીયા રહે.જોગેશ્વરી વેસ્ટ મુંબઇ ને વૈશાલી બ્રિજ નીચેથી, ડુંગરામાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી ઇલેશ મંગુ કો.પટેલ રહે.કોચરવા વાપીને ડુંગરી ફળિયાથી અને વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી જુમ્માખાન બાબુખાન રહે.હિંમતપુરા કચ્છભુજને ગોદાલનગરથી પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.