તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવેશની મથામણ:વલસાડ જિલ્લામાં ધોરણ 12ના 24524 વિદ્યાર્થી સામે 14 કોલેજમાં પ્રવેશ માટે 10,300 બેઠકની જ વ્યવસ્થા

વાપી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સાયન્સ અને કોર્મસ કોલેજમાં પ્રવેશ સમસ્યા ઊભી થશે
  • આર્ટસ કોલેજોમાં વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ મળી રહેશે

વલસાડ જિલ્લામાંથી ધો.12 વિજ્ઞાન પ્રવાહ,સામાન્ય પ્રવાહના બોર્ડના 24524 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતાં. પરંતુ કોરોનાકાળમાં સરકારે પરીક્ષા રદ્ કરી છે. સરકાર કોલેજોમાં પ્રવેશ માટે ગાઇડલાઇન જારી કરશે, પરંતુ જિલ્લાના ધો.12ના બોર્ડના 24524 વિદ્યાર્થીઓ સામે 14 કોલેજોમાં 10300 બેઠકો છે. કોલેજોના નિષ્ણાતોના મતે 15 થી 20 ટકા વિદ્યાર્થીઓ અન્ય ક્ષેત્રોમાં પ્રવેશ મેળવે છે.

પરંંતુ 100 ટકા વિદ્યાર્થીઓને સમાવવા માટે સાયન્સ અને કોર્મસમાં 20 ટકા જેટલી પ્રવેશ સમસ્યા ઊભી થશે. જયારે આર્ટસ કોલેજોમાં વિદ્યાર્થીઓને સરળતાથી પ્રવેશ મળી રહેશે. કુલ 10200 બેઠકોમાં સાયન્સ કોલેજોની બેઠકો 2200, કોમર્સ ફેકલ્ટીની બેઠકો 3800 અને આર્ટસ ફેકલ્ટીમાં કુલ 3500 બેઠકોનો સમાવેશ થાય છે. આમ સાયન્સ અને કોર્મસ કોલેજમાં પ્રવેશની સમસ્યા ઊભી થવાની સંભાવના છે.

કોર્મસ,આર્ટસ અને ‌‌‌‌BBAમાં 8100 બેઠક સામે 15578 વિદ્યાર્થી
જે.પી .શ્રોફ આર્ટસ કોલેજ વલસાડ, દોલત ઉષા વલસાડ, વલસાડ એન.એસ કોમર્સ કોલેજ,પારડી આર્ટસ એન્ડ કોર્મસ કોલેજ,મોટાપોંઢા આર્ટસ-કોર્મર્સ કોલેજ,ધરમપુર વનરાજ કોલેજ, વાપી રોફેલ, દમણ સરકારી કોલેજ,વાપી કે.બી.એસ કોલેજ વાપી, આર.કે.દેસાઇ ભીલાડ કોલેજ, જીઆઇડીસી રોફેલ બીબીએ,બીસીએ કોલેજ સહિત 14 કોલેજોનો સમાવેશ થાય છે. આટર્સની 3500,કોર્મર્સની 3800 અને બીબીએની 800 મળી કુલ 8100 બેઠકો (અંદાજીત)થાય છે. જેની સામે ધો.12ના 15578 વિદ્યાર્થીઓ સમાવેશ થાય છે. જેથી પ્રવેશ સમસ્યા ઉદભવશે.

સાયન્સની 2200 બેઠકો માટે 8946 વિદ્યાર્થીઓ વચ્ચે સ્પર્ધા
બી.કે.એમ.સાયન્સ કોલેજ વલસાડ , દોલત ઉષા સાયન્સ કોલેજ ,પારડી સરકારી કોલેજ 300-ભીલાડ સરકારી કોલેજ 300 ,ધરમપુર શ્રીમદ રાજચંદ્ર સાયન્સ કોલેજ, વાપી કે.બી.એસ. કોલેજ,વાપી આર.કે.દેસાઇ કોલેજ પારડી કિશોરભાઇ દેસાઇ સાયન્સ કોલેજ, ઉમરગામ એમ.કે. મહેતા સાયન્સ કોલેજ ,દમણ સરકારી વિજ્ઞાન કોલેજ સહિત 10 કોલેજોમાં અંદાજે 2200 બેઠકો છે. જેની સામે ધો.12ના 8946 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

કોલેજની ત્રણ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ માટે આ પરિસ્થિતિ

વિદ્યાર્થીઓએ સાયન્સમાં અન્ય વિકલ્પ વિચારવા પડશે
​​​​​​​
ધો.12ના સાયન્સા વિદ્યાર્થીઓ એન્જીનિંગ, મેડિકલ,નર્સિંગ સહિત અન્ય ક્ષેત્રોમાં પણ પ્રવેશ મેળવે છે. પરંતુ આ વર્ષે 100 ટકા વિદ્યાર્થીઓ હોવાથી સાયન્સ કોલેજોમાં પ્રવેશ સમસ્યા રહેશે. સરકારે અન્ય વિકલ્પ વિચારવા પડશે. નવા વર્ગો કે કોલેજોને મંજુરી આપવામાં આવે તો પ્રવેશ સમસ્યા હળવી થઇ શકે છે.-વિકાસ દેસાઇ, આચાર્ય ,બી.કે.એમ.સાયન્સ કોલેજ વલસાડ

​​​​​​​કોર્મસમાં 20 ટકા પ્રવેશ સમસ્યા, આર્ટસમાં સરળતા
ધો.12 કોર્મસના વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ પ્રવેશ 20 ટકા જેટલી ઉદભવી શકે છે. જો કે બીબીએ,બીસીએ સહિત અન્ય ક્ષેત્રોમાં પણ વિદ્યાર્થીઓ એડમિશન મેળવતા હોય છે. આર્ટસમાં પુરતી બેઠકો છે. દર વર્ષે આર્ટસમાં બેઠકો ખાલી રહેતી હોય છે. જેથી સરળતાથી પ્રવેશ મળી રહેશે.- હેમાલીબેન દેસાઇ,આચાર્ય,વાપી રોફેલ કોલેજ

અન્ય સમાચારો પણ છે...