રાજય સરકારે નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તથા ઉદ્યોગોના વિસ્તૃતીકરણ માટે જીપીસીબીએ નવી ગાઇડલાઇન બહાર પાડી છે.રાજય સરકારના મહેસુલ વિભાગના પરિપત્રથી જમીનને ઔદ્યોગિક હેતુ માટે બિનખેતી પરવાનગી મેળવવા જીપીસીબીના પરામર્શની જરૂર રહેતી ન હતી. જીપીસીબી દ્વારા મહેસુલ સત્તાધિશોને બિનખેતી હુકમ કરતી વખતે બોર્ડના પરિપત્ર 2006માં દર્શાવેલી શરતોનો સમાવેશ કરવા જણાવ્યુ હતું.જીપીસીબીના નવા ચેરમેને વિશ્વ પર્યાવરણ દિવસે નવી ગાઇડલાઇન બહાર પાડી છે.
જેમાં 12-4-2006ના પરિપત્રને રદ્ કરી હવે પછીથી નવા ઔદ્યોગિક એકમ સ્થાપવા,એકમ વિસ્તરણમાં નવા સાઇટિંગ ક્રાઇટેરીયા લાગુ પડશે. નવા ઉદ્યોગો સ્થાપવા તથા હયાત ઉદ્યોગોના વિસ્તૃતીકરણ માટે રેડ,ઓરેંજ,ગ્રીન કેટેગરી મુજબ મંજુરીની ફોર્મુલા તૈયાર કરવામાં આવી છે. પહેલા ઔૈદ્યોગિક એકમોના અંતર માટે સાઇટીંગ ક્રાઇટેરિયા 500 મીટર હતો. પરંતુ નવી ગાઇડલાઇનમાં ફેરફાર કરાતા રાહત થશે. વીઆઇએ સહિતના એશો. દ્વારા રજૂઆત કરાઇ હતી. જેના પરિણામે સ્વરૂપે નવી પોલીસી બનાવી છે.
ઔદ્યોગિક એકમોની કેટેગરી (મીટરમાં) | |||
સ્થળ | રેડ | ઓરેંજ | ગ્રીન |
રહેણાંક વિસ્તાર, સ્કૂલ,કોલેજ | 500 | 250 | 200 |
નદી,નાળા,કુદરતી નાળા ,સરોવર | 500 | 250 | 250 |
ઉદ્યોગોએ નિયંત્રણ રેખાથી ઓછું અંતર રાખવું
નવી ગાઇડલાઇન મુજબ રોડ,રેલવે નહેર,ઐતિહાસિક ઇમારતોથી ઔદ્યોગિક એકમોના અંતર બાબતે સરકારનાં પીડીબલ્યુડી,પંચાયત,નેશનલ હાઇવે ઓથોરોટી,રેલવે, ઇરીગેશન ,પુરાતત્વ દ્વારા નિર્ધારિત નિયંત્રણ રેખા અનુસાર ઓછામાં ઓછું અંતર રાખવાનું રહેશે.વન વિસ્તાર કે દરિયા કિનારાથી ઔદ્યોગિક એકમના અંતર બાબતે સંલગ્ન વિસ્તારની કેટેગરી જેવી કે આરક્ષિત વન, ઇકો સેન્સિટિવ ઝોન,પ્રમાણે સરકાર દ્વારા પ્રસિદ્વ જાહેરનામાં અનુસાર ઓછામાં અોછું અંતર રાખવાનું રહેશે.
સાઇટિંગ ક્રાઇટેરિયા વખતે આ મુદાને ધ્યાને લેવાશે
{રહેણાંક વિસ્તાર એટલે કે જયાં એક સમુહમા (કલસ્ટર) 15 કે તેથી વધારે પાકા ઘરો આવેલા હોઇ તેવો વિસ્તાર { ઔદ્યોગિક એકમનાં વિસ્તરણ -વેચાણ લીધેલા હોય તેવા કિસ્સામાં કેટેગરી બદલાવ થતો હોય તો નવી કેટેગરી મુજબ ક્રાઇટેરિયા લાગુ પડશે { એનજીટી,નામદાર કોર્ટ,વડી અદાલતના હુકમો કે તેના આધારે બનાવેલી વિસ્તાર વિશિષ્ટ નીતિ(એરિયા સ્પેસિફિક પોલીસી અને સરકારનું જાહેરનામુ લાગુ પડતા હોય તેવા કિસ્સામાં સાઇટિંગ ક્રાઇટેરિયા માટે હુકમોનું પાલન કરવાનુ રહેશે. સાઇટિંગ ક્રાઇટેરિયા બાબતે આ પરિપત્રમાં સમાવેશ ન થતાં હોય એવા કિસ્સાઓને બોર્ડની સમિતિમાં મુકવાના રહેશે.
વાપી સહિત ગુજરાતના એકમોને ફાયદો થશે
પાણીનો વપરાશ કરતાં નથી તેવા એકમો તથા નવા ઉદ્યોગોને રાહત થશે. વીઆઇએ દ્વારા રજૂઆત કરી હતી. ચેમ્બર્સ ઓફ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ થયેલી રજૂઆત ફળી છે. - પ્રકાશ ભદ્રા, ચેરમેન, એન્વાયરમેન્ટ કમિટિ,વીઆઇએ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.