નિમણુંક:વાપી ગ્રીન એન્વાયરોની AGMમાં 4 ડિરેકટરની પસંદગીને મંજુરી

વાપી5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્યોગોમાંથી પસંદગી પામેલા ડિરેકટરો સર્વાનુમતે બહાલી

વાપી ગ્રીન એન્વાયરોની મંગળવારે મળેલી એજીએમમાં ચાર ડિરેકટરોની ચૂંટણીની જગ્યાએ સિલેકશનને મંજુરી આપવામાં આવી હતી. 350થી વધુ મેમ્બરોની હાજરી વચ્ચે ઉદ્યોગોના જુદા-જુદા ક્ષેત્રના ચાર ડિરેકટરોની સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી.ચૂંટણી સમયે થતાં વિવાદોને ઉકેલલા વર્ષો પછી વાપી ગ્રીન એન્વાયરોના બંધારણમાં ફેરફાર કરવામાં આવ્યો છે.વાપી ગ્રીન એન્વાયરોની ગત બોર્ડ બેઠકમાં ઉદ્યોગોના 4 પ્રતિનિધિઓની ચૂંટણીની જગ્યાએ સિલેકશન કરવાનો નિર્ણય લેવાયો હતો. ચાર નામો પર મહોર લાગી હતી.

જે અંતગર્ત મંગળવારે બપોરે 3 કલાકે વીઆઇએ ઓડિટોરિયમમાં ગ્રીન એન્વાયરોની એજીએમ મળી હતી. જેમાં 350થી વધુ મેમ્બરોની હાજરીમાં ગ્રીન એન્વાયરોના ચાર ડિરેકટરોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં મોટા ઉદ્યોગમાંથી સુરેશભાઇ પટેલ (હુબર ગૃપ), પેપરમિલ એસો.માંથી મુન્નાભાઇ ઉર્ફ સુનિલભાઇ અગ્રવાલ (ગજાનંદ પેપરમિલ), ટેક્સટાઇલ ક્ષેત્રમાંથી મગનભાઇ સાવલિયા (પરમેશ્વર કપંની) તથા ફાર્મા સેક્ટરમાંથી કલ્પેશભાઇ વોરા (જે.જે. કોર્પેરેશન)નું સિલેકશન થયુ હતું. હાજર તમામ મેમ્બરોએ સર્વાનુમતે હાથ ઉંચા કરીને સમર્થન આપતાં ઠરાવને બહાલી આપવામાં આવી હતી. સભાના પ્રમુખપદે વીઆઇએ પ્રમુખ કમલેશ પટેલની ઉપસ્થિતિમાં ચાર ડિરેકટરોની સિલેકશનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. ચૂંટણીમાં થતાં વિવાદો અટકાવવા હવે સિલેકશન કરવાનો નિર્ણય કરાયો છે. જો કે કેટલાક મેમ્બરોમાં સિલેકશનીન પ્રક્રિયા સામે કચવાટ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...