ક્રાઇમ:વાપીના ગોડાઉનમાંથી 25 સિલિન્ડર ચોરનાર અન્ય ગેસ એજન્સીના કર્મી

વાપી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે 20 સિલિન્ડર સાથે ચાર આરોપીની ધરપકડ કરી
  • સીસીટીવી કેમેરા અને સર્વેલન્સની મદદથી મળી સફળતા

વાપી ચણોદની ગેસ એજન્સીનું જીઆઇડીસીમાં આવેલા ગોડાઉનમાંથી થોડા દિવસ અગાઉ તાળાં તોડીને ડોમેસ્ટિક અને કોર્મશિયલ સિલિન્ડરની ચોરી થઇ હતી. આ ગેસ સિલિન્ડરની ચોરી અન્ય કોઇએ નહિં પરંતુ અન્ય એજન્સીમાં કામ કરતા કર્મચારીએ જ કરી હતી. પોલીસે 20 બોટલ સાથે ચાર આરોપીની ધરપકડ કરી છે. વાપી ડુંગરી ફળિયામાં રહેતા જિતેશ પટેલ ચણોદ સ્થિત આદર્શ ગેસ એજન્સીમાં મેનેજર તરીકે નોકરી કરે છે.

રવિવારે જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ગેસ એજન્સીનું ફર્સ્ટ ફેઝ જીઆઇડીસીમાં ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં સોમવારની રાત્રિએ તસ્કરોએ તાળા તોડીને 20 ખાલી કોર્મશિયલ અને 5 ડોમેસ્ટિક ભરેલા સિલિન્ડરની ચોરી કરી ગયા હતા. આ કેસમાં એસઓજી પીઆઇ વી.બી. બારડ અને તેમની ટીમે તપાસ હાથ ધરીને સીસીટીવી કેમેરા અને સર્વેલન્સની મદદથી ચાર આરોપીને ગેસ સિલિન્ડર સાથે ઝડપી લીધા હતા.

પોલીસે અમિત કાંતીભાઇ આહિર રહે. પંડોર, રાતાખાડી, વાપી, મંગેશકુમાર સુખરાજભાઇ ધોડિયા પટેલ રહે. કુંભારવાડ, વાપી, ગણેશ બિન્ટુભાઇ પટેલ રહે. એકલારા, નિશાળ ફળિયું -ઉમરગામ અને પિયુશ દિલિપભાઇ ધોડિયા પટેલ રહે. નામધા- વાપીની ધરપકડ કરી હતી. આરોપીઓ ઇન્ડિયન ગેસ એજન્સીમાં નોકરી કરતા હોવાથી તેઓ ગોડાઉન જોયેલું હોવાથી ગેસના બાટલાની ચોરી કરવા માટે તાળું તોડીને 25 સિલિન્ડરની ચોરી કરી ગયા હતા. ચોરીના બાટલાઓ તેઓ ગ્રાહકને વેચીને સરખા ભાગે રૂપિયા વહેંચી લેતા હતા.

વાપીની કંપનીમાં ચોરી કરનાર બે ઝબ્બે
વાપી ફસ્ટફેઝ જીઆઇડીસીમાં આવેલી એનર્જી ટ્રાન્સમિશન કંપનીમાંથી થોડા સમય અગાઉ 25 હજારના મુદ્દામાલની ચોરી થઇ હતી. વાપી એસઓજીની ટીમે મળેલી બાતમીના આધારે ચોરી કરનાર બે આરોપી તરલોક સિંગ અને અશ્વિન પાડવીને ઝડપી ચોરીનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...