ચિંતન:વાપી-સરીગામની પેપરમિલોનું વાર્ષિક 22.50 લાખ ટન ઉત્પાદન

વાપી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 દિવસીય સેમિનારમાં યુક્રેન યુદ્ધને ધ્યાનમાં રાખીને પેપર ઉદ્યોગની સ્થિતિ અંગે ચર્ચા

ઇન્ડિયન પલ્પ એન્ડ પેપર ટેકનિકલ એસોસિએશન દ્વારા બે દિવસીય સેમિનારનું અવધ યુટોપિયા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે વધતી જતી ઉર્જા કિંમત અને ખાસ કરીને યુક્રેન યુદ્ધને ધ્યાનમાં રાખીને પેપર ઉદ્યોગની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ કોન્ફરન્સનું ઉદધાટન નાણામંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે કરવામાં આવ્યું હતું.

સમગ્ર દેશમાંથી 350 થી વધુ પ્રતિનિધિઓએ સેમિનારમાં હાજરી આપી હતી.ગુજરાત પેપરમિલ એસોસિએશ પ્રમુખ સુનિલ કુમાર અગ્રવાલે ભૂતકાળમાં કાગળ ઉદ્યોગને મદદ કરવા બદલ કનુભાઈના પ્રયાસોની પ્રશંસા કરી હતી. ખાસ કરીને જી.આઈ.ડી.સી. ચેન્નાઈના એનર્જી એક્સપર્ટ ડો.રામે નવીનતમ તકનીકો સમજાવી પરિસ્થિતિને હળવી કરવા અંગે કેટલાક નિષ્ણાતોએ તેમના સંશોધન પત્ર રજૂ કર્યા હતાં. આઈ.પી.પી.ટી.એ.ના માનદ મહાસચિવ મી એમ કે ગોયલે જણાવ્યું હતું કે બહાર ભારતમાં કાગળનું કુલ ઉત્પાદન 25 મિલિયન ટન વાર્ષિક છે.

જેમાં ગુજરાતનો ફાળો લગભગ 23 ટકા છે. ભારતીય ઉત્પાદન 5.75 મિલિયન ટનની ઉત્પાદન ક્ષમતા સાથે વલસાડ જિલ્લામાં મોખરે છે. અહી 2.25 મિલિયન ટન ઉત્પાદન ક્ષમતા છે. છેલ્લા 50 વર્ષમાં વાપીની યાત્રા પણ વર્ણવી હતી. 1971માં એક જ મશીનથી 2 ટન પેપર ઉત્પાદન થતું હતુ. જેમાં વૃદ્ધિ જોવા મળી હતી.

750 ટન એક દિવસનું મશીનથી ઉત્પાદન થાય છે.નાણામંત્રી કનુભાઇ દેસાઇ, વાપીના જાણીતા ઉદ્યોગપતિ એ.કે.શાહ, ગૌતમભાઇ શાહ સહિતના મહાનુભાવોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું. વાપીના ઉદ્યોગપતિ તુષાર શાહે જણાવ્યું હતું કે એક ઉદ્યોગપતિ વિવિધ પેપરની નેક્સ્ટ જનરેશન લાવવામાં સફળ થયા છે. વિઝન 2030ની ચર્ચા કરવા મંચ પર મિલ માલિકો યુવા ઉદ્યોગસાહસિકોએ પોતાના અભિપ્રાયો આપ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...