વેપારીઓમાં રોષ:વાપી ટાઉન બજારમાં દબાણ ન હટાવાતા વેપારીઓમાં રોષ વધ્યો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંધ કરાયેલું રવિવારી બજાર ચાલુ થતા સ્થિતિ યથાવત

વાપી નગરપાલિકા દ્વારા તાજેતરમાં ટાઉનના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ટ્રાફિક નિયંત્રણ માટે ખાનગી એજન્સીને વર્ષે 20લાખથી વધુનો કોન્ટ્રાકટ આપવા છતાં ઝંડા ચોક થી લઇ સરદાર ચોક તેમજ અહીંના વિવિધ મુખ્ય માર્ગ પર આડેધડ વાહનો તેમજ પથારાવાળાના દબાણ યથાવત રહેતા ટ્રાફિક નિયંત્રણ માટે આપેલો કોન્ટ્રાકટને સફળતા ઓછી મળી રહી છે. જેને લઇ સ્થાનિક દુકાનદારો અને વેપારીઓમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

વાપીમાં ટ્રાફિક નિયંત્રણની જવાબદારી પોલીસ વિભાગની છે અને તે માટે ટ્રાફિક પોલીસ ,હોમગાર્ડ ,ટીઆરબી મોટો સટાફ છે તેમ છતાં વાપી પાલિકા દ્વારા વાર્ષિક 20લાખથી વધુનો કોન્ટ્રાકટ આપ્યો છે ,આ એજન્સીના માણસો એક જીપમાં ફરી માઈક ઉપર એનાઉન્સ કરી ટ્રાફિક નિયંત્રણ શરૂ કર્યું છેપરંતુ છેલ્લા કેટલાક દિવસોથી વાપી ટાઉન મુખ્ય બજાર રોડ ,કચીગામ રોડ ,એમજી રોડ તેમજ પૂર્વમાં ગીતનાગર વિસ્તારમાં આડેધડ વાહનો તેમજ પથારાવાળાઓનું દબાણ જોવા મળી રહ્યું છે .

આ સાથે ટ્રાફિક અને કોરોના સંક્રમણ માટે માથાના દુ:ખાવા સમાન રવિવારી બજાર વહીવટી તંત્ર એ બંધ કરાવ્યું હતું. છેલ્લા 2 રવિવારથી ફરી ધમધમતું થઇ જતા સ્થાનિક વેપારીઓમાં ભારે રોષ છે ,આ બાબતે પાલિકા પ્રમુખ સહિત સબંધિત અધિકારીઓને ફરિયાદ કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો ન હોવાનો વેપારીઓનો રોષ છે. ગાંધી માર્કેટની બાજુમાં પાલિકા હસ્તકની વિશાલ જગ્યા ઉપર પણ દબાણો દૂર કરી વાહન પાર્કિંગ ની જગ્યા કરવામાં આવતી નથી .

અન્ય સમાચારો પણ છે...