તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:વાપી બલીઠામાં બિલ્ડીંગનું ગંદુ પાણી રસ્તા પર આવતા રોષ

વાપી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગટરના પાણીનો નિકાલ પંચાયત કરે તેવી સ્થાનિકોમાં માગ

વાપીના બલીઠા ગામના કબ્રસ્તાન રોડ નજીક એક એપાર્ટમેન્ટનું ગંદુ પાણી રસ્તા ઉપર વહેતા હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેથી પંચાયત આ એપાર્ટમેન્ટ સામે કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે. વાપીના બલીઠા ગામના કબ્રસ્તાન રોડ નજીક આવેલ સત્યુ એપાર્ટમેન્ટનું ગંદુ પાણી જાહેર માર્ગો ઉપર ફરી વળતા ત્યાંથી અવરજવર કરનારા લોકો માટે આ માથાના દુખાવા સમાન બન્યું છે.

દિવસ રાત આ ગંદુ પાણી જાહેર માર્ગ ઉપર આવતા લોકો ગ્રામ પંચાયત સામે રોષ ઠાલવી રહ્યા છે. આ બાબતે બલીઠા ગ્રામ પંચાયતનું ધ્યાન દોરતા સરપંચ દ્વારા યોગ્ય પગલા ભરવા માટે જણાવ્યું હતું. આ એપાર્ટમેન્ટનું ગંદુ પાણી છેલ્લા એક અઠવાડિયાથી રસ્તા ઉપર ફેલાતા ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. પંચાયત આ બિલ્ડીંગને નોટિસ આપવાની તૈયારીમાં છે તેમ જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો