તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોષ:બલીઠા હાઇવે સર્વિસ રોડ પર જોખમી કચરાને સળગાવતાં સ્થાનિકોમાં રોષ, વારંવારના કૃત્યથી પ્રદૂષણનો પ્રશ્ન વિકટ છતાં તંત્રની કોઇ કર્યવાહી નહિ

વાપી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

વાપી તાલુકાના કેટલાક ગામોમાં ડમ્પિંગ સાઇટ ન હોવાથી ધનકચરાના નિકાલ માટે તકલીફ પડી રહી છે. ગમે ત્યાં કચરાનો નિકાલ કરવો પડે છે. ત્યારે વાપીના બલીઠા ગામમાં ડમ્પિંગ સાઇટ આવેલી છે. સ્મશાન પાસે પણ સાઇટ છે,આમ છતાં અન્ય બહાર ગામના લોકો રાત્રેના સમયે બલીઠા હાઇવે સર્વિસ રોડ કચરો નાખી જાય છે.બીજા દિવસે સળગાવી દે છે

વાર-વાર આ પ્રકારના કૃત્યથી સ્થાનિકોમાં આક્રોેશ વધી રહ્યો છે. ધુમાડાના કારણે લોકોને તકલીફ પડી રહી છે. હાઇવેને અડીને કચરો બાળવામાં આવતાં કોઇ મોટી દુર્ધટના પણ બની શકે છે. અગાઉ તંત્રએ આ મુદાને ગંભીરતાથી લીધો હતો. પરંતુ હાલ ફરી બલીઠા હાઇવે બિલખાડી પાસેના સર્વિસ રોડ પર કચરો સળગાવામાં આવી રહ્યો છે. જેને અટકાવવા જવાબદાર વિભાગ તાત્કાલિક પગલા ભરે તેવી માગ ઉઠી રહી છે.

રાત્રે કોઇ કચરો નાખવા માટે આવે છે
પંચાયતની ડમ્પિંગ સાઇટ છે. જેથી પંચાયત તરફથી કચરો નાખવામાં આવતો નથી,પરંતુ રાત્રે બહારના કોઇ લોકો કચરો નાખી જાય છે. અમે વોચ પણ કરી છે, ટીડીઓએ પણ પંચાયતને આ મુદે અગાઉ જાણ કરી હતી, પરંતુ રાત્રે કોઇ કચરો બલીઠા હાઇવે પર નાખી જાય છે. - રાકેશ પટેલ, માજી સરપંચ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો