દારૂ કબજે:દમણથી દારૂ લાવી ચલા મકાનમાં ભેગો કરનાર એક ઇસમ ઝડપાયો

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક ફરાર, 4 વોન્ટેડ,26 હજારનો દારૂ કબજે કરાયો

દમણથી મોપેડ ઉપર દારૂ લાવી ચલા સ્થિત એક ચાલીના મકાનમાં સ્ટોક કરવાનું બહાર આવ્યું છે.

એલસીબી પીઆઇ જે.એન.ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ તેમની ટીમ સોમવારે વાપી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ચલા ચોકી ફળિયા સ્થિત મીનાબેનની ચાલી પાસે પહોંચતા રૂમ ન.1 પાસે એક ઇસમ એક્ટીવા નં.જીજે-15-એબી-8272 પર રાખેલ દારૂની પેટીઓ ઉતારતા નજરે ચઢ્યો હતો. પોલીસને જોતા જ તે ગાડી અને દારૂ છોડી ફરાર થઇ ગયો હતો. જોકે રૂમમાં જોતા અંદરથી એક ઇસમ દારૂના જથ્થા સાથે મળી આવતા તેને પકડી પાડી પૂછપરછ કરતા તેણે પોતાનું નામ આકાશગીરી હરીશંકરગીરી હોવાનું અને ભાગી જનારનું નામ ધર્મેન્દ્રગીરી ઉર્ફે સીકંદર જણાવ્યું હતું.

તેમજ આ માલ સીકંદર મોપેડ ઉપર ચોરીછુપી દમણના મહેશ પાસેથી લાવી રૂમમાં ભેગો કરી વાપીના કિરણ તથા અનીતાને ઓર્ડર મુજબ પહોંચાડતો હોવાની કબૂલાત કરતા પોલીસે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે મોપેડ કિં.રૂ.50,000 તથા 454 બોટલ કિં.રૂ.26,300 મળી કુલ રૂ.76,300નો મુદ્દામાલ કબજે કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...