તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝઘડો:કપરાડામાં વૃદ્ધ દંપતિ દારૂ પી ને બાખડ્યા : પતિનું પથ્થરથી મોઢું તોડ્યું

વાપી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કપરાડાના ખડકવાળના ધમની ફળિયામાં રહેતા 65 વર્ષના બાવાજી રાથડ અને તેમની 62 વર્ષની પત્ની ગીરજબેન હાલમાં વૃદ્ધ થયા હોવાથી મજુરી કામ છોડીને ઘરે જ રહે છે. જ્યારે તેમનો પુત્ર વિનોદ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત ગુરૂવારે તેમનો પુત્ર ખેતરમાં કામ કરવા ગયો હતો ત્યારે પતિ અને પત્નીએ દારૂ પીધા બાદ ઝઘડો કરવા લાગ્યા હતા.

કોઇક મુદ્દે પતિ બાવાજી રાથડ અને પત્ની ગીરજબેન વચ્ચે થયેલા ઝઘડામાં ગીરજબેને ઉશ્કેરાયને પથ્થરથી પતિ ઉપર હુમલો કરી દેતા મોંઢા, નાક અને કપાળના ભાગે મલ્ટીપલ ફ્રેકચર થતાં વલસાડ સિવિલમાં સારવાર અર્થે ખસેડાયા છે. કપરાડા પોલીસે હાલ પુત્રની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત પિતાની પુત્રએ ઘરે જ સારવાર કર્યા બાદ તબિયત લથડતા 108 બોલાવી સિવિલમાં ખસેડાયો હતો. દારૂના નશામાં પતિ પત્ની વચ્ચે થયેલો ઝઘડા ગંભીર રૂપ ધારણ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...