હિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાનું અમલીકરણ કરવામાં આવે છે. તાલીમ બાદ બહેનો પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરી આર્થિક રીતે પગભર બની શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપી પગભર કરાઇ રહી છે. હાલમાં પારડીના અરનાલા પાટી ગામમાં મહિલા અને યુવતીઓને ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી અને ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેક્નોલોજી ઈન્સ્ટીટ્યુટ, ગુજરાત સરકારના પારડી કેન્દ્ર દ્વારા રેક્ઝિન બેગ બનાવવાની તાલીમ આપી રહી છે.
તાલીમ બાદ તેઓ પોતાનો ધંધો શરૂ કરી શકે તે માટે બાજપાઈ બેંકેબલ યોજના હેઠળ 30 હજારની લોન પણ મળશે.ભારત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઈન્ડિયાની પહેલ કરવામાં આવી છે. જેના થકી રોજગારીનું સર્જન થઈ શકે અને મજબૂત ઈકોસીસ્ટમ બની શકે તેવા પ્રયાસ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયા છે. પારડીના અરનાલા પાટી ગામમાં 29 મહિલા અને યુવતીઓને ઈકો ફ્રેન્ડલી રેક્ઝિન બેગ બનાવવાની તાલીમ આપવામાં આવી છે.
આ તાલીમમાં મહિલાઓ રેક્ઝિન મટીરીયલમાંથી વિવિધ આર્ટીકલ્સ જેવા કે, શોપિંગ બેગ, પર્સ, ટ્રાવેલિંગ બેગ, શેવિંગ કીટ પાઉચ, વોટર બોટલ પાઉચ, સાઈડ પર્સ અને કોલેજ બેગ બનાવતા શીખી ગઈ છે. જેના થકી તેઓ આર્થિક રીતે પગભર બનશે. ઈન્સ્ટ્રક્ટર વિનોદભાઈ પંડયાએ જણાવ્યું કે, જે મહિલા-યુવતીઓ જીંદગીમાં ક્યારેય મશીન ચલાવતા શીખી ન હતી તે તેઓ માત્ર 2 મહિનાની તાલીમમાં આકર્ષક ઈકો ફ્રેન્ડલી બેગ સહિતના આર્ટીકલ બનાવતા શીખી છે.
બે મહિનાનું 5 હજાર સ્ટાઈપેન્ડ અને 30 હજારની સહાય પણ મળશે
અંભેટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ગૃહ વૈજ્ઞાનિક પ્રેમિલાબેન આહિરે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ સાહસિકતા વિકાસ ઉપર વિશેષ ભાર મુકાઈ રહ્યો છે. જેના થકી રોજગારીના દ્વાર પણ ખુલી રહ્યા છે. અહીં અરનાલા પાટી ગામમાં તાલીમ લઈ રહેલી સ્વ સહાયજૂથની 29 બહેનોને બે મહિના તાલીમ માટે 5હજાર આપવામાં આવશે અને ત્યારબાદ બાજપાઈ બેંકેબલ યોજના હેઠળ 30 હજારની સરકારી સહાય પણ મળશે.
સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને આત્મ નિર્ભરતાના સંકલ્પને સાકાર કરીશ
એમએ વીથ ઈંગ્લિશ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ છું. વડાપ્રધાન મોદીના સ્ટાર્ટઅપ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને પૂર્ણ કરવા માટે આ તાલીમ લીધી છે. તાલીમ બાદ સરકારી સહાયથી મશીનરી અને કાચો માલ મેળવી રેક્ઝિન બેગ બનાવવાની શરૂઆત કરી આત્મનિર્ભર બનીશ. - સોનલબેન પટેલ, તાલીમાર્થી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.