તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાની અસર:વાપીમાં હોળી-ધુળેટીમાં વેપારીઓમાં નિરાશાનો માહોલ

વાપી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઉજવણી પર પ્રતિબંધથી ખરીદી માટે ગ્રાહકો ન નિકળ્યાં

છેલ્લા એક વર્ષથી કોરોના સામે જંગ હજી પૂર્ણ થઇ નથી. એક વર્ષ બાદ કોરોનાની લહેર પુનઃ શરૂ થઈ છે. દિવસે દિવસે કોરોના દર્દીમાં વધારો થઇ રહ્યો છે. ધુળેટીની ઉજવણીમાં પ્રતિબંધના કારણે વાપીમાં લોકો ખરીદી માટે ઓછા નિકળતાં ખરીદી ન નિકળતાં વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. હોળી-ધુળેટીની ઉજવણી પૂર્વે કોરોનાના કારણે લોકો ખરીદી માટે ઓછા બહાર નિકળ્યાં હતાં.વાપી સહિત વલસાડ જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યાં છે.

કોરોનાની બીજી લહેર શરૂ થતાં લોકો ઘરની બહાર નિકળવાનું ટાળી રહ્યાં છે. જેના કારણે હોળી-ધુળેટીમાં સિઝનનો ધંધો કરતાં વેપારીઓને સીધી અસર થઇ રહી છે. હોળી-ધુળેટીમાં રંગો,પિચકારી સહિતની ચીજવસ્તુઓની ખરીદી પ્રમાણમાં ઓછી નિકળી છે. હોળી ધુળેટી પર્વનું ઉજવણી પર નિયંત્રણના કારણે સીઝનલ ધંધો કરતા વેપોરી વર્ગની હાલત કફોડી બની છે. પિચકારી,રંગોનું વેચાણ કરતા વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે.

કોરોનાના કારણે છેલ્લા એક વર્ષથી વેપારીઓની હાલત ખરાબ છે. હવે હોળી -ધુળેટીમાં પણ ખરીદી ઓછી નિકળતાં વેપારીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે. વાપીના વેપારી લલિતભાઇ માહેશ્વરીએ જણાવ્યુ હતું કે દર વર્ષે હોળી-ધૂળેટીમાં સારી ખરીદી નિકળતી હોય છે. ગત વર્ષની તુલનાએ 50થી 60 ટકા ખરીદી ઓછી નિકળી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો