ક્રાઇમ:વાપીમાં 8 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાજુમાં રહેતા 13 વર્ષીય તરૂણની અટક

વાપીના એક વિસ્તારમાં 13 વર્ષના તરૂણે બાજુમાં રહેતા 8 વર્ષીય બાળક સાથે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરતા પરિજનો પોલીસ મથકે પહોંચી ગયા હતા. પોલીસે આરોપી તરૂણ સામે કાયદેસરનો ગુનો નોંધી તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વાપીના કબ્રસ્તાન રોડ વિસ્તારમાં એક ચાલીમાં રહેતા 8 વર્ષના બાળક સાથે બાજુના મકાનમાં જ રહેતા 13 વર્ષીય તરૂણે મંગળવારે રાત્રે સૃષ્ટિ વિરૂદ્ધ કૃત્ય કરતા બાળક રડતા રડતા ઘરે પહોંચ્યો હતો અને આપવીતી સંભળાવતા પરિજનો તાત્કાલિક ટાઉન પોલીસ મથકે પહોંચ્યા હતા. પોલીસે બાળકને સારવાર માટે ચલા સીએચસી મોકલાવી આરોપી તરૂણ સામે કાયદેસરનો ગુનો નોંધી તેને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...