આંખે પટ્ટી બાંધી અનોખી સિદ્ધિ:વાપીની 8 વર્ષની બાળકીએ 1.23 મિનિટમાં 105 કલર ઓળખી વર્લ્ડ રેકર્ડ બનાવ્યો

વાપી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત રેકર્ડ બુક્સ અને વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન

નાના બાળકોથી મોટી ઉંમરના વ્યક્તિઓ સુધીમાં કંઇને કંઇ કૌશલ્ય રહેતું છે. કોઇને કૌશલ્ય દર્શાવવાની તક મળે છે કોઇને તક મળતી હોતી નથી. ત્યારે વાપીની માત્ર 8 વર્ષની બાળકીએ 1 મિનિટ 8 સેકન્ડમાં આંખે પટ્ટી બાંધી 105 જુદા જુદા કલર ઓળખી વર્લ્ડ રેકર્ડ બનાવ્યો છે. આ માટે ધ્વનિ મોદીએ ગુજરાત બુક્સ રેકર્ડ અને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. જેને લઇ પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

વાપી પ્રમુખહિલ્સમાં રહેતી 8 વર્ષીય ધ્વનિ કેયુર મોદીએ આંખ પર પટ્ટી બાંધીને જુદી-જુદી વસ્તુ ઓળખવાનો અનોખો વિક્રમ હાંસલ કર્યો છે. આ બાળકીએ 1 મિનિટ 8 સેકન્ડમાં 105 જુદા જુદા કલર ઓળખી વર્લ્ડ રેકર્ડ બનાવ્યો છે. આ માટે ધ્વનિ મોદીએ ગુજરાત બુક્સ રેકર્ડ અને વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મેળવ્યું છે. વર્લ્ડ રેકર્ડના પ્રમાણપત્ર મ‌ળતાં પરિવાજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો. આ સાથે ધ્વનિ આંખ પર પટ્ટા બાંધીને રીડિંગ, લખવાનુ, સ્વમિંગ, મોબાઇલ રિડિંગ, અને જુદી-જુદી વસ્તુને પણ હાથને ટચ કર્યા વિના પણ ઓળખી બતાવે છે. જેમાં પણ બાળકીએ મોટી સિદ્ધી પ્રાપ્ત કરી છે. માત્ર 8 વર્ષની બાળકીએ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન પ્રાપ્ત કરી વાપીનું ગૌરવ વધાર્યુ છે.

ધ્વનિના પિતા કેયુરભાઇ મોદીએ જણાવ્યું હતું કે મેડિટેશનના કારણે આ શકય બન્યું છે. પહેલેથી જ આ ક્ષેત્રમાં તેમને શોખ હતો. ધ્વનિ મોદી વાપી જીઆઇડીસી સ્થિત જ્ઞાનધામ સ્કૂલમાં ત્રીજા ધોરણમાં હાલ અભ્યાસ કરી રહી છે. આ અગાઉ પણ ધ્વનિએ અનેક વિધ સ્પર્ધામાં ભાગ લઇને સુંદર પ્રદર્શન કર્યું છે. નાનાકડી વયે વલ્ડ રેકર્ડ સ્થાન મળતા શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...