તસ્કરી:સુખલાવ પ્રાથમિક શાળામાંથી એમ્પ્લીફાયર અને રોકડની ચોરી

વાપી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 25 હજારની મતા ચોરાતા પેટ્રોલિંગ વધારવા માગ

પારડીના સુખલાવ મુખ્ય પ્રાથમિક શાળાને તસ્કરોએ નિશાને લીધી હતી. કોઈ અજાણ્યા ઇસમોએ શાળાની વિવિધ સામગ્રી ચોરી કરી ફરાર થઇ ગયા હતાં. આ ઘટના અંગે પારડી પોલીસને જાણ કરાંતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પારડી ગ્રામ્યમાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની માગ ઉઠી રહી છે.

પારડીના સુખલાવ મુખ્ય પ્રાથમિક શાળામાં ગુરુવારની રાત્રી દરમિયાન તસ્કરો પ્રવેશીને કોઈક સાધન વડે ઓફિસનું તાળું તોડી કબાટમાં મુકેલ રોકડા રકમ, એમ્પ્લીફાયર, આર.ઓ. પાણીની મોટર, ઓફિસમાં મુકેલ અન્ય કલાસરૂમની ચાવીઓ,ચોરટાઓ એ સેનેટાઈઝર અને સાબુની પણ ઉઠાંતરી કરી ભાગી છૂટયા હતાં. ઘટનાની જાણ ગામજનોએ શાળાના શિક્ષકોને કરાંતા સ્થળ પર આવી પહોંચ્યા હતા.

શાળાના મુખ્ય શિક્ષક નવીનભાઈ પટેલ, ગામના સરપંચ અમુલ પટેલ શાળામાં જોતા રૂ. 20 થી 25 હજાર મત્તાની ચોરી થઇ હોવાનું જાણવા મળ્યું હતું. ચોરીના બનાવ અંગે પારડી પોલીસ ને જાણ કરવામાં આવી હતી. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...