તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુરક્ષા પ્રોગામ:અંભેટી કૃષિ વિજ્ઞાન કેન્દ્રની ટીમે કપરાડા તાલુકાના આમધા ગામે પોષણક્ષમ યોજાનાની માહિતી આપી

વાપી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 115થી વધુ ગામના ખેડૂતોએ વીડિયો કોન્ફરન્સથી ખાદ્ય સુરક્ષાની જાણકારી મેળવી હતી

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ નવી દિલ્હી પુરસ્કૃત ગૂજરાત વિધાપીઠ અમદાવાદ સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંભેટી દ્વારા ભારત સરકારશ્રીના આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે કપરાડા તાલુકાના આમધા ગામે ખેડુતો માટે ખાધ અને પોષણ સુરક્ષા પ્રોગામનું આયોજન 26મી ઓગસ્ટ ગુરૂવારના રોજ કરવામાં આવ્યું જેમા કેન્દ્રના ગૃહ વૈજ્ઞાનિક પ્રેમીલાબેન આહીરે મહિલાઓને પોષણક્ષમ આહાર અને ખાધ સુરક્ષા અંગે વિસ્તૃત સમજ આપી હતી. દરમ્યાન કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર દ્વારા ખાધ સુરક્ષા અંગે ઉપસ્થિત ખેડુતોને ઉપયોગી માર્ગદર્શન વિડીયો કોન્ફરન્સથી આપ્યું હતું.

ઉપરોકત કાર્યક્રમમાં આમધા ગામના અંદાજીત 115 ખેડુતોએ ભાગ લીધો હતો. વલસાડ જીલ્લો આદિવાસી વસ્તી ધરાવતો કૃષિ ક્ષેત્રે અગ્રેસર સ્થાન ધરાવે છે. ચોખા તથા કઠોળ મુખ્ય ખોરાક છે. આ વિસ્તારમાં મહિલાઓ અને બાળકોમાં એનિમિયા (પાંડુ રોગ)નાં દર્દીઓનું પ્રમાણ વધુ છે. એનિમિયા થવાના અનેક કારણો છે. તે પૈકી ખોરાક સૌથી અગત્યનું પરિબળ છે. એનિમિયા નિવારવા માટે સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો થઇ રહ્યા છે. એનિમિયા અંગે ખેડૂતોને વિસ્તૃત જાણકારી આપી જાગૃતતા લાવવાનો પ્રયાસ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...