મૂંઝવણ:જિલ્લામાં નવુ સત્ર શરૂ છતા RTEમાં પ્રવેશ અંગે હજુ સુધી કોઇ સ્પષ્ટતા નહિ

વાપી5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર વર્ષે ફેબ્રુઆરીમાં RTE અંતગર્ત પ્રવેશ પ્રક્રિયા શરૂ થતી હોય છે

વાપી સહિત વલસાડ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં નવા સત્રનો પ્રારંભ થઇ ચુકયો છે, પરંતુ આરટીઇ પ્રવેશ માટે શિક્ષણ વિભાગ દ્વારા કોઇ જાહેરાત કરવામાં આવી નથી. દર વર્ષે ફેબ્રુઆરીમાં આરટીઇ અંતગર્ત ધો.1માં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. પરંતુ આ વર્ષે હજુ સુધી આરટીઇ અંતગર્ત એડમિશનના કોઇ ઠેકાણાં નથી. ગરીબ વિદ્યાર્થીઓના વાલીઓ એડમિશનની રાહ જોઇ રહ્યાં છે. વલસાડ જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ થયો છે.

કોરોનાના કેસો ઘટતાં હાલ ઓનલાઇન શિક્ષણ શરૂ થતાં વિદ્યાર્થીઓ અભ્યાસક્રમમાં જોડાયા છે, પરંતુ સરકારની દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન અંતગર્ત ગરીબ પરિવારોના બાળકોને ખાનગી સ્કુલોમાં કુલ પ્રવેશના 25 ટકા લેખે ધો.1માં વિનામુલ્યે પ્રવેશ આપવાની પ્રક્રિયાની કોઇ સ્પષ્ટતા હજુ સુધી કરાઇ નથી. ફેબ્રુઅારી-માર્ચના અંતમાં પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા થતી હોય છે. પણ આ વર્ષે હજી સુધી કોઇ પ્રક્રિયા હાથ ધરવામા આવી નથી. હાલ પ્રાથમિક શાળાઓમાં ઓનલાઇન શિક્ષણનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

ત્યારે આરટીઇ અંતગર્ત પ્રવેશ પ્રક્રિયા કયારે શરૂ થશે અને પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે. દર વર્ષે આરટીઇ હેઠળ ચાલતી પ્રવેશ પ્રક્રિયા મંથરગતિએ ચાલે છે. પરિણામે એડમિશન મેળવનાર બાળકોને મોડો પ્રવેશ મળે છે. આ પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટે અનેક રજૂઆતો થઇ છે, પરંતુ પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા કોઇ ગંભીરતા દાખવામાં આવી નથી. વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બારિયાએ જણાવ્યુ હતું કે આરટીઇ અંતગર્ત પ્રવેશ પ્રક્રિયાની કોઇ તારીખ હજુ જાહેર થઇ નથી.

જિલ્લામાં 500 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે
દર વર્ષે ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતગર્ત 80 હજાર જેટલા ગરીબ બાળકોને ખાનગી શાળાઓમાં ધો.1માં નિ:શુલ્ક પ્રવેશ આપવામાં આવે છે. વલસાડ જિલ્લામાંથી દર વર્ષે 450થી 500 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે છે, પરંતુ આ વર્ષે આરટીઇ અંતગર્ત પ્રવેશ પ્રક્રિયા અંગે સરકાર દ્વારા કોેઇ જાહેરાત કરવામાં આવી નથી. જેથી ગરીબ પરિવારો આ મુદે ચિંતિત છે. પ્રાથમિક શિક્ષણ વિભાગે આ અંગે સ્પષ્ટતા કરવાની તાતી જરૂરિયાત છે.

અન્ય સમાચારો પણ છે...