કોરોના ઇફેક્ટ:આલોક કંપનીના કામદારોએ પગાર ન મળતા ચક્કાજામ, દાનહ-વાપીમાં કામદારો હડતાળ પર

વાપી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દાનહના વાસોણા ગામે આવેલ આલોક કંપનીના કામદારો બે મહિનાથી પગાર ન મળતા વારંવાર હડતાળ કરવા છતાપણ  માંગણી ન સંતોષાતા કંટાળીને સેલવાસ ખાનવેલ રોડ પર ચક્કાજામ કર્યો હતો જેના કારણે ત્રણ કલાક  બન્ને તરફ વાહનોની લાંબી લાઈનો લાગી ગઇ હતી.ચક્કાજામ કરતા પોલીસની ટીમ પહોચી હતી અને કામદારોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ વાપી ની મોરાઈ ખાતે આવેલ  આલોક કંપનીમાં થોડા દિવસ પહેલા જ આલોક કંપની ના ટેરી ટોવેલ પ્લાન્ટ માં કામ કરતા કામદારો પગાર મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા ત્યારે ફરી આજે આલોક કંપની ના વાડી વન પ્લાન્ટ માં કોન્ટ્રેક્ટ માં કામ કરતા 200 થી 250 જેટલા કામદારો પગાર મુદ્દે હડતાલ પર ઉતર્યા હતા. કામદારો નું કહેવું છે કે કંપની ના વર્કર નો પગાર થઈ ગયો છે ત્યારે કોન્ટ્રેક્ટ માં કરતા કામદારો ને કેમ પગાર મળતો નથી કામદારો ના કહેવા મુજબ તેમને પાછલા બે મહિના થી પગાર નથી મળતો ત્યારે ચાલી માં રહેતા કામદારો ની હાલત દયનિય બની છે.

અન્ય સમાચારો પણ છે...