હવામાન:વાપી શહેરમાં હવા પ્રદુષણ કે પછી ધુમ્મસિયુ વાતાવરણ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વાપીમાં છેલ્લા થોડા દિવસોથી હવા પ્રદુષણ વધી રહ્યું છે,સાંજના સમયે લોકોને તેની અનુભૂતિ થઇ રહી છે. કારણ કે સાંજના સમયે કેટલાક એકમો ગેસ છોડી રહ્યાં છે, પરંતુ સીપીસીબીની વેબસાઇડના આંક મુજબ વાપીમાં હવા પ્રદુષણ નિયંત્રણમાં છે. એક્યુઆઇ 250 સુધી પહોંચે તો સ્થાનિકો પર તેની અસર વર્તાતી હોય છે. વાપીનો એર ક્વોલિટી ઇન્ડેક્ષ 250ની ઉપર ગયો નથી.

અંકલેશ્વરનો એક્યુઆઇ 255 પર પહોંચ્યો છે. જે ગંભીર સ્થિતિ સૂચવે છે. વટવાનો એક્યુઆઇ 209 છે. વાપીનો એક્યુઆઇ 154 છે. જેથી લોકો માટે રાહત કહી શકાય છે, પરંતુ આગામી દિવસોમાં પણ એક્યુઆઇ અંકુશમાં રહે તે જરૂરી છે. જેથી હવા પ્રદુષણ કરતાં એકમો સામે વાપી જીપીસીબી લાલ આંખ કરે તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...