સેલવાસના મંદિરમાં સેવા આપનાર અનેક સેવકો જેઓ ગુજરાતના કપરાડા તાલુકામાં રહે છે તેમનેઅમદાવાદમાં સ્વામિનારાયણના શતાબ્દી મહોત્સવમાંલઈ જવા માટે લકઝરી બસ સોમવારે વહેલી સવારે કપરાડા તાલુકાના વારણા ગામેથી 56 લોકો ભરેલી બસ અમદાવાદ જવા માટે રવાના થઈ હતી. બસના ચાલક દારૂનો નશો કરેલી હાલતમાં હોવાનું લોકો સમજી ગયા હતા.
પરંતુ કોઈએ ગંભીરતાથી લીધું ન હતું. અને બસ ચાલકે ખુલ્લા રસ્તામાં પુરપાટ ઝડપે બસ હંકારી અને અંભેટી નજીક કાપરિયા ગામે ત્રણ રસ્તા ઉપર વળાંક નહીં કપાતા ચાલકે બસ રોડ નજીક બનેલા જલારામ મંદિરના એક તરફના પિલરમાં ધડાકાભેર અથડાવી દીધી હતી. બસમાં સવાર 56 હરી ભક્તોમાંથી 8ને નાનીમોટી ઇજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્તને સારવાર માટે નાનાપોઢાની ચિરંજીવી હોસ્પિટલમાં ખસેડાયા હતા. અમદાવાદ પ્રવાસ માટે બસનું આયોજન અને સંચાલન ધીરુભાઈ મુળાએ કર્યું હતું. ધીરૂભાઇને પણ ઇજા પહોંચી હતી. અકસ્માતથી અંભેટી કાપરીયાના જલારામ મંદિરનો એક તરફનો ભાગને નુકસાન થયું છે.
પરોઢિયે બનેલી ઘટનાને પગલે લોકોએ બૂમાબૂબ કરતા આસપાસના લોકો દોડી આવી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવા માટેની કવાયત હાથ ધરી હતી. જોકે, આ ઘટનાની ખબર પડતા નાનાપોઢા પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. બસના ચાલક અંધારાનો લાભ લઈ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો.
અકસ્માતમાં ઇજાગ્રસ્ત હરી ભક્તોની યાદી
1.ઈશ્વર બાપુભાઈ રાવત વર્ષ 39 2. ભવ્ય ઈશ્વરભાઈ રાવત વર્ષ ચાર 3. કાકડુબેન અશોકભાઈ કુરકુટીયા વર્ષ 50 4. દૂધનીબેન રમણભાઈ ભોયા વર્ષ 50 5. દિવ્યેશભાઈ રામુભાઈ સાપટા વર્ષ 23 6. રામુભાઈ મહાધુભાઈ સાપટા વર્ષ 59 7. રમેશ વજીરભાઈ પટેલ વર્ષ 40 રહેવાસી મોરખલ 8. ગીતાબેન ગોપાલભાઈ રડીયા વર્ષ 37 રહેવાસી જીરવલ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.