નવી સુવિધા:7 વર્ષની રાહ જોયા બાદ વાપી શહેરીજનો માટે ફાટક પાસે સબ-વે બનાવવાની તૈયારી

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જોખમી રેલવે ટ્રેક ઓળંગીને અવરજવરમાંથી મુક્તિ મળશે
  • ​​​​​​​​​​​​​​પૂર્વ-પશ્રિમ વિસ્તારના લોકોને રાહત, નાણાંમંત્રીના હસ્તે 22મીએ ખાતમુર્હુત કરાશે

વાપી જુના રેલવે ફાટક પાસે ફુટ ઓવરબ્રિજના પ્રોજેક્ટને બદલીને અહી પેડેસ્ટ્રીયલ (સબ વે) બનાવવાનો નિર્ણય પાલિકામાં લેવાયો હતો, પરંતુ લાંબા સમયથી આ પ્રોજેક્ટને શરૂ કરવાનું મુર્હુત નિકળતું ન હતુ, રેલવેએ મંજુરી આપતાં આખરે હવે પારડી ધારાસભ્ય અને રાજ્ય સરકારના નાણાંમંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે 22 ઓકટોમ્બરે ખાતમુર્હુત કરાશે. આ પ્રોજેક્ટથી પૂર્વ-પશ્રિમ વિસ્તારના લોકોને અવર-જવરમાં રાહત થશે.

વાપી જુના રેલવે ફાટક પાસે રેલવે ક્રોસિંગમાં અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યાં છે. જેને લઇ પાલિકાએ જુના રેલવે ફાટક પાસે સબ વે ( પેડેસ્ટ્રીયલ) બનાવાનો નિર્ણય લીધો હતો. પાલિકાએ આ માટે રાજય સરકારમાં દરખાસ્ત કરી હતી,પરંતુ રેલવે વિભાગની મંજુરી તથા અન્ય ટેકનિકલ કારણોસર આ પ્રોજેકટમાં વિલંબ થઇ રહ્યો હતો, પરંતુ રિ-ટેન્ડરીંગની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે 22 ઓકટોમ્બરે પારડી ધારાસભ્ય અને રાજય સરકારના નાણા મંત્રી કનુભાઇ દેસાઇના હસ્તે ખાતમુર્હુત કરાશે.

પાલિકા પ્રમુખ વિઠ્ઠલ પટેલે જણાવ્યું હતું કે રિ-ટેન્ડરિંગની પ્રક્રિયા પૂર્ણ થતાં હવે 22 ઓકટોમ્બરથી કામગીરીનો પ્રારંભ કરવાનું આયોજન છે. રેલવે વિભાગ સાથે પાલિકાએ સંકલન કરી આ પ્રોજેક્ટની કામગીરી હાથ ધરશે. આમ વાપીના પૂર્વ અને પશ્રિમ વિસ્તારમાં અવર-જવર માટે હજારો લોકોને નવી સુવિધા મળશે. જો કે પ્રોજેક્ટ પૂર્ણ થતાં સમય લાગશે.

નગરપાલિકાએ નાણામંત્રી સમક્ષ અનેક પ્રોજેકટ માટે રજૂઆત કરી
પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇ નાણા મંત્રી બન્યા બાદ વાપી પાલિકાના પદાધિકારીઓએ ઘોંચમાં પડેલા પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા ગાંધીનગર જઇને નાણા મંત્રીને રજૂઆત કરી છે. જેમાં રીંગ રોડનો પ્રોજેક્ટ ,વાપી સિટી બસ , વાપી પેડેસ્ટ્રીયલ, ડુંગરા પાણી યોજના સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. નાણામંત્રી વાપી પાલિકા વિસ્તારના પ્રોજેક્ટોથી પરિચિત હોવાથી હવે આગામી દિવસોમાં અધુરા પ્રોજેક્ટો ઝડપથી પૂર્ણ થવાની આશા જાગી છે.

અન્ય સમાચારો પણ છે...