પીઢ રાજકારણી:મહારાષ્ટ્રથી ગુજરાત અલગ પડ્યા બાદ માત્ર 5 ઉમેદવારની હેટ્રિકનો રેકર્ડ

વાપી7 દિવસ પહેલાલેખક: કેતન ભટ્ટ
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 2022માં કપરાડા, પારડી, વલસાડ બેઠક પર ઉમેદવારોને ફરી ટિકિટ મળતાં નવા રેકોર્ડની સંભાવના વધી

ગુજરાતમાં સૌ પ્રથમ વખત 1962માં વિધાનસભાની ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી.મહારાષ્ટ્રથી ગુજરાત રાજય અલગ થયા બાદ 1962થી 2022 સુધી યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રસ આગળ રહ્યુ છે. છેલ્લા 55 વર્ષમાં વિધાનસભાની 12 ચૂંટણીમાં વલસાડ જિલ્લાના પાંચ ઉમેદવારોએ હેટ્રીક નોંધાવી છે.જેમાં પારડી બેઠક પરથી ઉત્તમભાઇ પટેલે 1962માં સ્વતંત્ર પાર્ટીમાંથી વિજેતા બન્યા હતાં.ત્યારબાદ 1667 અને 1972માં કોંગ્રેસમાંથી વિજેતા બન્યા હતાં.ઉમરગામ બેઠક પર છોટુભાઇ પટેલે સતત 4 વખત 1975, 1980, 1985 અને 1990માં જીત મેળવી હતી.

વલસાડ બેઠક પર 1990માં દોલતભાઇ દેસાઇએ કોંગ્રેસમાંથી જીત મેળવ્યા બાદ 1985માં અપક્ષ ઉમેદવારી કરતાં હારનો સામનો કરવો પડયો હતો. ત્યારબાદ તેઓ ભાજપમાંથી 1990, 1995, 1998, 2002, 2007 એમ સતત પાંચ વખત વિજેય મેળવ્યો હતો. ઉમરગામ બેઠક પર ભાજપના ઉમેદવાર રમણલાલ પાટકર 1995 અને 1998માં વિજેતા બન્યા હતાં. પરંતુ 2002માં કોંગ્રેસના ઉમેદવાર સામે હારનો સામનો કરવો પડયો હતો.ત્યારબાદ ફરી રમણલાલ પાટકર 2007,2012, 2017માં વિજેતા બનતાં હેટ્રિક સાથે પાંચ વખત વિજેતા બનવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. કપરાડાના ભાજપના ઉમેદવાર જીતુભાઇ ચૌધરી સતત ત્રણ વખત સળંગ જીતવાનો રેકોર્ડ ધરાવે છે. આમ 8 ડિસેમ્બરે મતગણતરીમાં ઉમેદવારોને સ્થિતિ સાફ થશે. હાલ તો તમામ રાજકીય પક્ષના ઉમેદવારો પ્રચારમાં જોતરાયા છે.1લિ ડિસેમ્બરે મતદાન યોજાશે.

પાંચ ઉમેદવારોને રિપીટ કર્યા , 3 ટર્મ વિજેતાની સંખ્યા વધશે
આ વખતે પારડી, વલસાડ બેઠક પર હેટ્રીકની શકયતા

પારડી બેઠક પર ભાજપના ઉમેદવાર કનુભાઇ દેસાઇ 2012, 2017માં વિજેતા બન્યા હતાં. 2022માં પણ ભાજપે ટિકિટ આપતાં તેઓ હેટ્રીક નોંધાવી શકે એમ છે. તેવી જ રીતે વલસાડના ભાજપના ઉમેદવાર ભરતભાઇ પટેલ 2012, 2017માં વિજતા બન્યા બાદ ફરી 2022માં ભાજપે ટિકિટ આપી છે.જેથી તેઓને પણ હેટ્રીક નોંધાવવાની તક છે. જો કે મતદારો 8 ડિસેમ્બરે બંને ઉમેદવારોના હેટ્રીક અંગે સ્થિતિ સાફ થશે. હાલ તો ચૂંટણીને લઇને અનેક અટકળો ચાલી રહી છે.

કપરાડા બેઠક પર સળંગ પાંચ વખત જીતવાનો રેકોર્ડ
કપરાડાના ભાજપના ઉમેદવાર જીતુભાઇ ચૌધરી કોંગ્રેસમાંથી 2002, 2007, 2012, 2017 સુધી સતત ચાર વખત વિજેતા બન્યા હતાં. જેઓ ભાજપમાં આવતાં 2020ની પેટાચૂંટણીમાં સતત પાંચની વખત ચૂંટણી જીત્યા હતાં. ભાજપે 2022માં પણ રિપિટ કરતાં આ છઠ્ઠી વખત વિધાનસભાની ચૂંટણી તેઓ લડશે. આમ સૌથી વધારે કપરાડાના ઉમેદવાર ચૂંટણી લડીને જીત્યાં છે. કપરાડા બેઠક ઉપર જીતુભાઇ ચૌધરી કોંગ્રેસ પક્ષમાંથી ચાર વખત ચૂંટાયને ધારાસભ્ય બન્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...