તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનલોક:બાર-રેસ્ટોરન્ટ પછી હવે દમણમાં બીચ અને ગાર્ડન પણ ખુલ્લા થયા

વાપી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વીક એન્ડ અને જાહેર રજા દિવસમાં પ્રતિબંધ થયાવત

સંઘપ્રદેશ દાનહ અને દમણ દીવમાં કોરોના કેસમાં ઘટાડો તથા દમણમાં વેક્સિનના પ્રથમ ડોઝમાં 100 ટકા લક્ષ્યાંક પૂર્ણ કર્યા બાદ કેટલીક શરતોને આધિન પ્રશાસન દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. ખાસ કરીને શનિ અને રવિવારની રજા ઉપરાંત અન્ય જાહેર રજાના દિવસ સિવાય હવેથી દમણના તમામ બીચને ખોલી દેવાયા છે.

સંઘપ્રદેશ પ્રશાસને 50ટકાની બેઠક ક્ષમતા સાથે સિનેમા થિયેટર, મલ્ટીપ્લેક્સ ખોલવાના આદેશ શુક્રવારે કર્યા છે. જોકે, પ્રશાસન દ્વારા તૈયાર કરવામાં આવેલી ગાઇડલાઇન અને એસઅોપીનું પાલન કરવાનું રહેશે. આ ઉપરાંત ત્રણેય પ્રદેશમાં ઉદ્યાન, પાર્ક, બાગ બગીચા અને બીચને પણ જાહેર જનતા માટે ખુલ્લા કરાયા છે.

જોકે, શનિ અને રવિવારની રજા તથા જાહેર રજાના દિવસોમાં પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે. થોડા દિવસ અગાઉ બાર અેન્ડ રેસ્ટોરન્ટ, રીસોર્ટ અને હોટલમાં 50 ટકાની ક્ષમતા સાથે ખોલવાની છૂટ અપાયા બાદ હવે બીચ અને જાહેર પર્યટન સ્થળો સહેલાણીઓ માટે ખુલ્લા મુકાતા પ્રદેશમાં ફરી પર્યટકોનો ધમધમાટ શરૂ થશે.

દમણમાં કેસોનો ઘટાડો થયા બાદ કરફ્યુ હટાવ્યા બાદ હવે ધીરે ધીરે અન્ય પ્રવૃતિ પણ શરૂ કરવામાં આવી છે. લાંબા સમયથી ઠપ થયેલો પર્યટન ઉદ્યોગને પણ હવે નવો વેગ મળશે જોકે, હોટલ બાર અને અન્ય પર્યટન સ્થળે જવા માટે વેક્સિનેશન થયેલી હોવી જરૂરી છે. શનિ-રવિમાં છૂટ ન અપાતા નારાજગી પણ જોવા મળી છે.

અન્ય સમાચારો પણ છે...