કામગીરી:મોરાઇ બાદ હવે બલીઠા ફાટક 16 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે

વાપી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મરામત કામગીરીના કારણે રેલવે વિભાગે ફાટક બંધ કર્યું

વાપી નજીક મોરાઇ ફાટક 10 સપ્ટેમ્બર સુધી બંધ રહ્યા બાદ હવે બલીઠા રેલવે ફાટક આગામી 16 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. રેલવે ટ્રેક અને બ્રિજ આગળ કામગીરીના કારણે ફાટક બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડશે. વારં વારં રેલવે ટ્રેક પર મરામત કામગીરીના કારણે ફાટકો બંધ રહેતાં વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ઉમરગામથી ડુંગરી સુધીમાં મોતિવાડાને બાદ કરતાં મોટા ભાગના રેલવે ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ થઇ શકી નથી. બીજી તરફ રેલવે ટ્રેક પર મરામત કામગીરી રેલવે વિભાગ કરતાં ફાટકો બંધ કરાતા વાહન ચાલકોને સીધી અસર થઇ રહી છે. મોરાઇ ફાટક 10 સપ્ટેમ્બર સુધી બંધ રહેવાથી અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં.મોરાઇ ફાટક શરૂ થયા બાદ હવે બલીઠા રેલવે ફાટક 16 સપ્ટેમ્બર સુધી બંધ રાખવામાં રેલવે વિભાગે નિર્ણય કર્યો છે.

જેના કારણે હાઇવેથી દમણ તરફના વાહન વ્યવહારને સીધી અસર થશે. આ ઉપરાંત સ્થાનિક વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડશે. વાર વાર રેલવે ટ્રેક પર મરામત કામગીરીના કારણે બંધ રાખવા પડે છે.જેના કારણે વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને દમણથી આવતા મોટા વાહનોને ફાટક બંધ રહેવાથી હાલાકી ભોગવવી પડશે.

અન્ય સમાચારો પણ છે...