તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્ર નિદ્રાધીન:વાપી- સેલવાસ રોડ ઉપર ડિમોલિશન બાદ ફરી દબાણો થવા માંડયા, તંત્ર હજુ નિદ્રાધીન

વાપીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકા અને પીડબલ્યુડી વિભાગની કામગીરી બાદ સ્થિતિ જૈસે થે જેવી

વાપી-સેલવાસ રોડ ઇમરાનગર વિસ્તારમાં મેગા ડિમોલિશન પાલિકા અને માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યુ હતુ, પરંતુ ફરી આ માર્ગ પર ધીમે-ધીમે દબાણ થઇ રહ્યું છે. જેને લઇ ફરી સ્થિતિ જૈસે થે જેવી જોવા મળી રહી છે. મેગા ડિમોલિશન માત્ર ઔપચારિક ન બની રહે તે માટે પોલીસ અને સરકારી તંત્ર ફરી સ્થળ નિરીક્ષણ કરે તેવી માગ સ્થાનિકો કરી રહ્યાં છે.

જિલ્લા કલેકટર આર.આર.રાવલ અને એસપી ઝાલાના માગદર્શનમાં એક માસ અગાઉ વાપી-સેલવાસ રોડ 80થી વધુ નાના-મોટા દબાણો દુર કરવામાં આવ્યાં હતાં.બંને છેડે આઠ-આઠ મીટર જગ્યાને ખુલ્લી કરવામાં આવી હતી. આ કામગીરીને લોકોએ બિરદાવી હતી, પરંતુ હવે સ્થિતિ બદલાઇ છે. ફરી વાપી-સેલવાસ રોડ દબાણો કરવામાં આવી રહ્યાં છે. આડેધડ કારોનું પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે.

ટાઉનમાં ડિમોલિશન માટે મુહૂર્ત ક્યારે
વાપી પાલિકા દ્વારા ટાઉનમાં માર્ગને અડચણરૂપ દબાણો હજુ હટાવામાં અાવ્યા નથી. પાલિકાના પદાધિકારીઓએ એવો દાવો કર્યો હતો કે એક સમિતિ રચી દબાણો હટાવાની કામગીરી કરાશે, પરંતુ હજુ સુધી કમિટિ પણ રચાઇ નથી. એટલે મુહૂર્ત પણ નીકળ્યું ન હોવાની લોકોમાં ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો