મુસાફરોને મોટી રાહત:રક્ષાબંધને દમણ સહિતના રૂટો પર વધારાની બસો દોડાવાશે

વાપી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ,દાહોદ સહિતના રૂટો પર વધુ બસો દોડશે

વાપી એસટી ડેપો દ્વારા 11 ઓગષ્ટ રક્ષાબંધનના દિવસે મુસાફરોની સરળતા માટે વધારાની બસો દોડવાનો નિર્ણય કર્યોે છે. જેમાં વાપીથી અમદાવાદ, દાહોદ તરફ ટ્રાફિક મુજબ વધારાની બસો દોડાવામાં આવશે. આ સાથે વાપીથી દમણ અને સેલવાસ માટે દિવસભર 100થી વધુ વધારાની ટ્રીપો દોડવામાં આવશે. જેના કારણે તહેવારના દિવસે હજારો મુસાફરોને મોટી રાહત થશે.

વાપી એસટી ડેપો દ્વારા મહાશિવરાત્રીના મેળા સહિત ધાર્મિક તહેવારોમાં મુસાફરો માટે વધારાની બસો દોડાવે છે. જેના કારણે તહેવારોમાં મુસાફરો સમયસર મુસાફરી કરી શકે છે. આગામી 11 ઓગષ્ટે રક્ષાબંધન નાળિયેરી પૂનમના દિવસે પણ વધારાની બસોની ફાળવણી કરવામાં આવી છે. દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ લાંબા રૂટમાં અમદાવાદ,દાહોદ તરફ વધુ બસો દોડવાનો નિર્ણય કર્યો છે.

ડેપોના એટીઆઇ ધનસુખભાઇ પટેલે જણાવ્યું હતું કે જે વિસ્તારનો ટ્રાફિક વધુ હશે તેવા તમામ રૂટો પર વધારાની બસો દોડવામાં આવશે. આ ઉપરાંત વાપી-દમણની 90 જેટલી ટ્રીપો રક્ષાબંધનના દિવસે દોડાવાશે. જેથી તહેવારના દિવસે મુસાફરોને ફાયદો થશે. આમ વાપી ડેપો દ્વારા દિવાળી તહેવારો, મેળા અને ધાર્મિક તહેવારોમાં વધારાની બસો દોડવામાં આવતી હોય છે.

રક્ષાબંધનના તહેવારોમાં વધારાની બસો દોડવાથી ડેપોની આવકમા પણ વધારો થતો હોય છે.nnબોક્સ વાપી-મોટાપોંઢા રૂટ પર મુસાફરોને હાલાકીnnવાપીથી મોટાપોંઢા રૂટ પર ખાડાઓના કારણે પસાર થતાં વાહન ચાલકોની હાલત કફોડી છે. થોડા સમય પહેલાં તંબાડી ફાટક પાસે મોટા ખાડાના કારણે એસટી વ્યવહાર ગુંજનથી કોપરલી થઇ મોટાપોંઢા તરફ ડાયવર્ટ કરાયો હતો. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાડાના કારણે અહીથી પસૉ થતાં લોકોમાં તંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...