તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:વાપીમાં મેડિકલ સંચાલકની પાર્ક કરેલ એક્ટીવા ચોરાઇ

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ચાવી ગાડીમાં જ મુકી જવાનું ભારે પડ્યું

વાપી ટાંકીફળિયા ખાતે આવેલ એક મેડિકલનો સંચાલક એક્ટિવાની ચાવી ગાડીમાં જ છોડી દુકાનમાં થેલો લેવા ગયો અને બે તસ્કરો એક જ મિનિટમાં ગાડી લઇને છૂ થઇ ગયા હતા. આ બંને ઇસમો બાજુમાં આવેલ સ્કૂલમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ગાડી લઇને ભાગતા કેદ થયા હતા.

વાપી ટાંકીફળિયા સ્થિત શ્રી ભીખી માતા મંદિરની સામે આવેલ મહાલક્ષ્મી મેડિકલ એન્ડ જનરલ સ્ટોરના નામે દુકાન ચલાવતા કિશોર ત્રિવેદી શુક્રવારે પોતાની એક્ટિવા ફોર-જી લઇ સામાન લેવા નીકળી રહ્યા હતા. અચાનક થેલો ભૂલી જતા ગાડીમાં જ ચાવી છોડી ફરીવાર દુકાનમાં થેલો લેવા ગયા હતા. પરત ગાડી પાસે આવે તે પહેલા બે તસ્કરો એક્ટિવા લઇને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

જેથી આજુબાજુમાં તપાસ બાદ નજીકની સ્કૂલમાં લાગેલા કેમેરામાં બંને તસ્કરો ગાડી લઇને ભાગતા નજરે ચઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો