વાપી જીઆઇડીસી અને ધરમપુર વિસ્તારમાં વગર લાયસન્સે પ્રાઇવેટ સિક્યુરિટી ચલાવનારા બે ઇસમો સામે ગુનો નોંધી એસઓજીએ કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ વગર લાયસન્સે 32 ગાર્ડમેનને નોકરીએ પણ લગાવી દીધા હતા. એસઓજીની ટીમ ગુરૂવારે વાપી અને ધરમપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન લાયસન્સ વગર પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સી ચલાવતા બે માલિકો સામે કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ વાપી જીઆઇડીસી વિસ્તારમાં રોહિત ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટીના માલિક રોહિતસીંગ ભુખનસીંગ ઉ.વ.27 રહે.મોરારજી સર્કલ લીલી કો.ઓ.હા.સો.લી ખાનગી સિક્યુરિટી એજન્સી ચાલુ કરી કુલ 30 ગાર્ડમેન ગુંજન વિસ્તારમાં અલગ અલગ સોસાયટીઓમાં ડે-નાઇટમાં ફરજ બજાવતા ગાર્ડમેન રાખી તેઓના બાયોડેટા ન મેળવી કોઇ પણ વેરીફિકેશન નહિ કરાવી નિયમની અવગણના કરી ગુનો કરતા તેને પકડી પાડી જીઆઇડીસી પોલીસમાં તપાસ સોંપાઇ હતી.
બીજા કેસમાં ધરમપુર વિસ્તારમાં રાજમંગલ સિક્યુરિટી ચલાવતા સંતકુમાર રામવિલાસ ગુપ્તા ઉ.વ.70 રહે.વાલોડફળિયા ધરમપુર નાએ પણ 2 ગાર્ડમેનને રાખતા તેને પકડી પાડી ધરમપુર પોલીસને તપાસ સોંપી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.