અરજી નામંજૂર:વાપીથી ઝડપાયેલા ડ્રગ્સમાં આરોપીની અરજી નામંજૂર

વાપી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • NCBએ 68.226 કિલો ડ્રગ્સ કબજે કર્યો હતો

એનસીબી અમદાવાદની ટીમે 5 જૂનના રોજ વાપી જીઆઇડીસી થર્ડ ફેસના પ્લોટ નં.સી1બી, 2409 સ્થિત પાર્શ્વનાથ ડાયકેમ કંપનીમાં રેઇડ કરી 68.226 કિ.ગ્રા. આલ્પ્રઝોલમ - નોર્ડાઝએપમ-સાયકોટ્રોપીક સબસ્ટેન્સ સાથે આરોપી શ્રીનિવાસ બલ્લાઇહ કરે, સત્યાન્ના લક્ષ્મીરાજમ પોથુગંતી, મહંમદ સહાજત સોનારૂદ્દીન અને રાહુલ એસકે રેજાઉલ એસકે ને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

આરોપીઓ સામે નાર્કોટીક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપીક સબસ્ટન્સીસ એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી. આ કેસમાં મુંબઇ સુધીના તાર જોડાયેલા હોવાથી એનસીબીએ ત્યાં પણ તપાસ હાથ ધરી હતી. જોકે હાલ આ ચાર સિવાય એક પણ આરોપી પોલીસના હાથે લાગ્યા નથી. આરોપી રાહુલ એસકે રેજાઉલ એસકે એ બુધવારે વાપીના સ્પેશિયલ જજ કે.જે.મોદી સમક્ષ જામીન મુક્ત થવા કરેલી જામીન અરજી ડીજીપી અનિલ ત્રિપાઠીની દલીલો ગ્રાહ્ય રાખી જજે આ અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...