તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:વાપીની સગીરા સાથે દુષ્કર્મનો આરોપી હરિયાણાથી ઝડપાયો

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • નગ્ન ફોટો-વીડિયો વાયરલ કરી વતન ફરાર થઇ ગયો હતો

વાપીના એક વિસ્તારમાં રહેતી 14 વર્ષીય સગીરાને લસ્સીમાં કેફી પીણું પીવડાવી બેભાન કર્યા બાદ પાડોશી નરાધમે નગ્ન કરી મોબાઇલમાં તેનો ફોટો-વીડિયો ઉતારી સતત બે વર્ષ સુધી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. જેની જાણ સગીરાએ પરિજનોને કરતા ફોટો-વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ કરી આરોપી ફરાર થઇ ગયો હતો.

વાપી ટાઉનના હદ વિસ્તારમાં રહેતી એક 14 વર્ષીય સગીરાને બાજુમાં જ રહેતો આરોપી રાજકુમાર ભોલાસીંગ રહે.પકડી ગામ જીલ્લા બલીયા ઉત્તરપ્રદેશ ઉ.વ.24 એ 2 વર્ષ અગાઉ પોતાના મકાનમાં સગીરાને લસ્સીમાં કેફી પીણું પીવડાવતા તે બેભાન થઇ ગઇ હતી. જે બાદ તેને નિર્વસ્ત્ર કરી નરાધમે ફોટો અને વીડિયો ક્લીપ ઉતારી લીધા હતા. સંબંધ નહિ બાંધશે તો ફોટો-વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી સતત બે વર્ષ સુધી તેણે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.

નરાધમથી કંટાળી સગીરાએ આ અંગે પરિજનોને વાત કરી દીધા હોવાની જાણ થતા આરોપી રાજકુમારે લીધેલા ફોટો અ્ને વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ કરી વતન યુપી ફરાર થઇ જતા આ અંગે પોક્સો તથા આઇટી એક્ટ મુજબનો ગુનો નોંધી ટાઉન પોલીસની એક ટીમ 15મી ઓગસ્ટે યુપી રવાના થઇ હતી. ટીમ ઇન્ચાર્જ પીએસઆઇ એચ.પી.ગામીત તથા ટીમના માણસોએ પીઆઇ બી.જે.સરવૈયાના સંપર્કમાં રહી ટેક્નીકલ સોર્સના આધારે આરોપીને હરિયાણાના ગુરૂગ્રામ માનેસર સેક્ટર-7થી ઝડપી પાડ્યો છે.

અન્ય સમાચારો પણ છે...