વાપી મોરાઇમાં ભંગારની ગોડાઉનમાંથી રાષ્ટ્રીય ધ્વજ અને ભાગવાનના ચિત્રો વાળી ધ્વજા અને બેનરોના પોટલા મળી આતા 1 આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી સબજેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો.
વાપીમાં બહુ ચકચારી બનેલા મોરાઇ સ્થિત ભંગારની ગોડાઉનમાંથી ગત ગુરૂવારે તિરંગા અને ભગવાનના બેનરોના પોટલા બાંધેલા મળી આવાના બનાવે લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. ટાઉન પોલીસે સ્થળ પર ધસી જઇ રાષ્ટ્રીય ધ્વજ અને ભગવાનના બેનરો કબ્જે લઇ આરોપી લિયાકત ખાનની ધરપકડ કરી હતી.
આરોપી સામે રાષ્ટ્ર ધ્વજનું અપમાન અને ધાર્મિક લાગણી દૂભાવવાનો ગુનો દાખલ કરાયો હતો આ ઉપરાંત રાષ્ટ્ર ધ્વજ અને ભગવાનના બેનરો ભંગારની ગોડાઉનના સંચાલકને આપનાર સુરતના સંતોશ અને વિજય નામક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યા હતાં. ગોડાઉન માલિક લિયાકતને કોર્ટમાં રજુ કરતા સબજેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.