વાપીના બિલ્ડરને દુકાન અને ફ્લેટ ખરીદવાનું કહી રૂપિયા આપવા કારમાં સુરત લઇ જતી વખતે હાથ-પગ બાંધીને માર મારી લૂંટ ચલાવીને અંકલેશ્વર પાસે ફેંકી 5 આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આ કેસમાં જિલ્લા પોલીસે પાંચેય આરોપીની ધરપકડ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
વાપી જીઆઇડીસીમાં રહેતા કરણસિંહ રાઠોરએ છીરી ખાતે માં ભવાની કોમ્પ્લેક્ષના નામે બિલ્ડીંગ બનાવી ફેસબુક ઉપર વેચાણ માટે જાહેરાત મૂકતા બે ઇસમો દુકાન અને ફ્લેટ લેવાનું છે કહી 5 લાખનું ચેક આપી અન્ય રૂપિયા સુરતથી આપી દેવાનું જણાવ્યું હતું. જેથી બિલ્ડરને કારમાં બેસાડીને લઇ જતી વખતે રસ્તામાં હાથ-પગ અને મોઢું બાંધીને તેની પાસેથી રોકડા, મોબાઇલ અને બે એટીએમ લૂંટી લેવાયો હતો.
લોરેસ્ટ બિશ્નોઇ ગેંગના હોવાનું કહી રૂ.50 લાખની માંગણી પણ કરાઇ હતી. જોકે કોઇ જગ્યાથી વ્યવસ્થા ન થતા તેને અંકલેશ્વર હાઇવે ઉપર છોડી તેઓ ફરાર થઇ ગયા હતા. બિલ્ડરે આ અંગે વાપી જીઆઇડીસી પોલીસમાં ફરિયાદ નોંધાવતા જિલ્લા પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આરોપીઓ અન્ય કોઇ ગુનામાં સામેલ છે કે કેમ તે રિમાન્ડ દરિમયાન પૂછપરછમાં બહાર આવશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.