તપાસ:વાપી ભવાની મંદિર કેસમાં આરોપી વાપી છોડી ફરાર

વાપી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મૂર્તિ સાથે છેડછાડ કરતા ગુનો નોંધાયો હતો

વાપી કબ્રસ્તાન રોડ ખાતે આવેલ ભવાની માતા મંદિરમાં મૂર્તિ સાથે છેડછાડ કરનારા ઇસમ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ કેસમાં આરોપી વાપી છોડી ફરાર થઇ ગયા હોવાની માહિતી મળી છે.

વાપીના કબ્રસ્તાન રોડ સ્થિત બુનમેક્સ સ્કૂલની પાછળ આવેલ ભવાની માતા મંદિરમાં રાખેલ મૂર્તિને શનિવારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા અપમાનિક તરી પ્રવાહી નાંખી દેવાની ઘટના બનતા મોટી સંખ્યામાં લોકો ત્યાં એકઠા થઇ ગયા હતા અને બનાવ અંગે ટાઉન પોલીસમાં લેખિતમાં ફરિયાદ કરાઇ હતી.

જેને લઇ ટાઉન પોલીસે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરતા આરોપી વાપીથી ઘર છોડી ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...