સજા:વાપી કોર્ટથી ભાગેલા આરોપીને 1 વર્ષની સજા

વાપીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાગવા જતા 3 પૈકી 1નું કરંટથી મોત થયું હતું

ડુંગરા પોલીસે પકડેલ ચોરીના ત્રણ આરોપીને વાપી કોર્ટમાં રજૂ કરવા જતા આરોપીઓ પોલીસ જાપ્તા માંથી ફરાર થઇ ગયા હતા. ત્રણ પૈકી એક આરોપીને કોર્ટે એક વર્ષની સજા ફટકારી છે. ડુંગરા પોલીસે વર્ષ 2018માં ચોરીના ગુનામાં પકડાયેલા આરોપી ગુલ્લા ઉર્ફે રાજવીર કેરસીંગ નિગવાલ, પ્રકાશ ઉર્ફે પકીયો ભાઇટા ઉર્ફે રમેશ નિગવાલ અને કૈલાશ બિમલા નિગવાલને વાપી કોર્ટ કમ્પાઉન્ડની પાછળ આવેલ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસના નિવાસ સ્થાન આગળ યોગ્ય પોલીસ જાપ્તા સાથે રજૂ કરવા લઇ જતા આરોપી ગુલ્લા અને પ્રકાશએ પોલીસ પહેરામાંથી નાસી જવાની કોશીષ કરી હતી.

જ્યારે આરોપી કૈલાશ બિમલા નિગવાલ પોલીસને ધક્કો મારી કસ્ટડીમાંથી દીવાલ કૂદીને ભાગવા જતા ઇલેક્ટ્રીક ડીપીમાં ચોંટી ગયો હતો. જેનું હોસ્પિટલમાં મોત થયું હતું. આ કેસમાં આરોપી કૈલાશ બિમલા નિગવાલ રહે.એમપીની 9 ફેબ્રુઆરી 2022ના રોજ ટાઉન પોલીસે ધરપકડ કર્યા બાદ ત્રીજા એડિશનલ જેએમએફસી કોર્ટ વાપીમાં ટ્રાયલ ચાલી જતા સરકારી વકીલ રાકેશ સી.પટેલ દ્વારા ધારદાર દલીલ કરતા જજ વસુધા ત્યાગીએ આરોપીને એક વર્ષ કેદની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...