નિષ્કાળજી:વાપીથી પારડી સુધીના નેશનલ હાઇવે પર ખાડાઓ મરામત કામગીરીમાં ઉદાસિનતાથી અકસ્માતો વધ્યા

વાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખડકી હાઇવે પર મોટા ખાડાઓથી બાઇક સવારો પટકાયા, તાત્કાલિક મરામતની માગ

વાપીથી પારડી સુધીના નેશનલ હાઇવે પર વાહન ચાલકોને પ્રમાણમાં ઓછી સુવિધા મળી રહી છે. કારણ કે હાઇવે પર ખાડાઓની મરામત્ત કામગીરીમાં વિલંબ થઇ રહ્યો છે. ખડકી હાઇવે પર મોટા ખાડાના કારણએ રાત્રી દરમિયાન વાહન ચાલકોનો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. આમ છતાં આઇઆરબીના રોડ મરામત કામગીરી કરતી એજન્સી દ્વારા કોઇ ખાસ કામગીરી કરવામા આવતી નથી. વાપીથી પારડી વચ્ચે રોજના હજારો મોટા વાહનો પસાર થાય છે. પરંતુ હાઇવે પર વાહન ચાલકોએ કેટલીક અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.

મોટા ખાડાઓ પડયા બાદ ઝડપથી મરામત કામગીરી હાથ ધરવામાં આવતી નથી.પરિણામે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યાં છે. નેશનલ હાઇવે પર મરામત કામગીરી સતત વિલંબ થઇ રહ્યો છે. આઇઆરબીએ જેમને આ કામગીરી સોંપી છે તે એજન્સી દ્વારા મરામત કામગીરી ન થતી હોવાની બુમો વાહન ચાલકોમાં ઉઠી રહી છે. ખાસ કરીને ખડકી હાઇ‌વે પર બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે, પરંતુ બ્રિજ પર પડેલા મોટા ખાડાઓના કારણે નાના વાહન ચાલકો અકસ્માતનો શિકાર બની રહ્યાં છે.

અહીથી રોજના પસાર થતાં વાહન ચાલકોમાં આઇઆરબી સામે ભારે આક્રોશ વધી રહ્યો છે. ઉચ્ચ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરવું જોઇએ. જેથી વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને નહિ. છેલ્લા 10 દિવસથી ખડકી હાઇવે પર મોટા ખાડાના કારણે વાહન ચાલતો તોબા પોકારી રહ્યાં છે.

કેટલાક સ્થળોએ સર્વિસ રોડ બાકી
નેશનલ હાઇવેના નિર્માણના વર્ષો બાદ વાપીથી પારડી સુધીના હાઇવે પર કેટલાક સ્થળોએ સર્વિસ રોડ બની શક્યો નથી. જમીન સંપાદનો પ્રશ્ન આગળ કરી સર્વિસ રોડની કામગીરી આગળ વઘતી નથી. સર્વિસ રોડના અભાવે સ્થાનિકોને મુશ્કેલી પડી રહી છે. પારડી મામલતદાર કચેરી આગળ સર્વિસ રોડ બનાવવાની તાતી જરૂરિયાત છે.

અન્ય સમાચારો પણ છે...