તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:વાપી છરવાડા ક્રોસિંગ પર અકસ્માતોની વણઝાર: અંડરપાસની વાત કાગળ પર

વાપીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકા પ્રમુખની પત્નીએ પણ ક્રોસિંગના કારણે અકસ્માતનો ભોગ બન્યા હતા

મુંબઇથી અમદાવાદ નેશનલ હાઇવે સ્થિત વાપી છરવાડા ક્રોસિંગ પર સ્થાનિકો લોકો સતત અકસ્માતોનો ભોગ બની રહ્યાં છે. અનેક અકસ્માતોના કારણે નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યાં છે. ગત શુક્રવારે વહેલી સવારે એક વૃધ્ધે પણ છરવાડા ક્રોસિંગ કરતી વખતે જીવ ગુમાવ્યો છે. વર્ષોથી છરવાડા ક્રોસિંગ કાગળ ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવાની રજુઆત કરતાં પાલિકાના ઉપપ્રમુખ વિઠૃલભાઇ પટેલની પત્નીનું પણ અહી અકસ્માતથી અગાઉ મોત થયું હતું .

સાંસદ સહિત સ્થાનિક જનપ્રતિનિધિની રજૂઆત બાદ કેન્દ્ર સરકારની એક ટીમે સરવે પણ કર્યો હતો, પરંતુ ત્યારબાદ હજુ સુધી કોઇ પ્રક્રિયા આગળ વધી શકી નથી. પરિણામે છરવાડા ક્રોસિંગ આગળ અકસ્માતનો સિલસિલો યથાવત ચાલી રહ્યો છે. અંડરપાસ કે ઓવરબ્રિજની દરખાસ્ત માત્ર અૌપચારિક બની રહી છે.

50થી વધુ લોકો અકસ્માતનો ભોગ બની ચૂકયા છે
છરવાડા રોડ આગળ ક્રોસિંગ ન હોવા છતાં હજારો લોકો જીવના જોખમે હાઇવે ક્રોસ કરે છે. જેથી અકસ્માતના બનાવો વધે છે. અત્યાર સુધીમાં કુલ 50થી વધુ લોકો અકસ્માતનો ભોગ બની ચુકયાં છે. અકસ્માત અટકાવવા વાપી પાલિકા પ્રમુખ વિઠૃલભાઇ પટેલ લડત ચલાવી રહ્યાં છે.ખુદ વિઠૃલભાઇ પટેલના પત્ની નિરૂબેન પટેલનું પણ છરવાડા ક્રોસિંગ આગળ જ અકસ્માતના કારણે અગાઉ મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો