તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:દેગામ રોડ પર અકસ્માત, બાઇક સવાર દંપતિનું ઘટના સ્થળે મોત

નાનાપોઢા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટી ગામના દંપતીને અજાણ્યું વાહન ટક્કર મારી છૂ

વાપી- ધરમપુર માર્ગ ઉપર દહેગામ કરવડ ગામના હદમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 56 ઉપર સર્જાયેલા અકસ્માતમાં પારડી તાલુકાના પાટી ગામના વચલા ફળીયામાં રહેતું દંપતી પોતાની સ્પ્લેન્ડર મોટર સાયકલ ઘરેથી લઈને છીરી ગામ ખાતે રૂમ રાખી રહેતા હતા. બુધવારે બપોરે દંપતી બાઇક ઉપર ઘરે જવા નીકળ્યું હતું, ત્યારે અકસ્માતનો ભોગ બન્યા હતા. પારડીના પાટી ગામના વચલા ફળીયામાં રહેતા 50 વર્ષીય ગણેશ ઉત્તમભાઇ પટેલ અને તેમના પત્ની રમાબેન (ઉ.વ.45) બુધવારે બપોરના સુમારે બાઇક ઉપર પોતાના ઘરે જઇ રહ્યા હતા.

આ દરમિયાન વાપીના દેગામ - કરવડ ગામના બેરામબેડા ફળીયામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 56 ઉપર પૂરજડપે દોડતી ટેન્કરના ચાલકે બાઇકને અડફેટમાં લઇ લીધી હતી. પતિ - પત્ની રોડ ઉપર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજાને લઇ દંપતીનું સ્થળ ઉપર જ મોત થયું હતું. પારડી તાલુકાના પાટી ગામના વચલા ફળીયામાં રહેતા મૃતક દંપતી ગણેશ ઉત્તમભાઈ પટેલ અને તેમના પત્ની રમાબેન ગણેશભાઈ પટેલ તેઓ પોતાની સ્પ્લેન્ડર બાઇક નંબર GJ 15 S 6034 ઉપર ઘરેથી નીકળી વાપી છીરીગામે આવેલા ભાડાંના ઘરે જઇ રહ્યા હતા. જ્યાં મુકામ હતું ત્યાં જવા નીકળ્યા હતા તે દરમિયાન દેગામ માર્ગ ઉપર અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લઈ નાસી છૂટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...