કાર્યવાહી:દમણ ડાભેલની ચાલીમાંથી 2 કિલો ગાંજા સાથે યુવક ઝડપાયો

વાપી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થેલીમાં પેકિંગ કરીને ગાંજાનું છૂટક વેચાણ કરાતું હતું

દમણના ડાભેલ સ્થિત એક ચાલીમાં પોલીસે મળેલી બાતમીના આધારે રેઇડ કરીને યુવકને અંદાજે 2 કિલો ગાંજા સાથે ધરપકડ કરી છે. યુવક અન્ય રાજ્યમાંથી ગાંજો લાવી નાના પેકેટ બનાવીને છૂટક વેચાણ કરતો હતો.\nદમણ પોલીસે મળેલી સૂચના મુજબ ડાભેલ ક્રિએટિવ કંપનીની બાજુમાં આવેલી ફ્રાન્સિસની ચાલીમાં રહેતા સંજીત કમલેસરીની રૂમમાં છાપો માર્યો હતો.

પોલીસે ડ્રગ્સ ડિટેકશન કિટ, વલસાડની એફએસએલની ટીમને સાથે રાખીને છાપો મારવાની કાર્યવાહી કરી હતી. રૂમમાં તપાસ કરતા એક બેગમાંથી 1907 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત છૂટક વેચાણના પેકિંગ કરવાની થેલી પણ મળી આવતા પોલીસે કબજે લીધી છે. હાલ આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી આરોપી સંજીત કમલેસરીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...